સુવિધા:​​​​​​​દાહોદનાં જિલ્લા પંચાયત ખાતે મહિલા કર્મયોગીઓની સુવિધા માટે ‘ઘોડિયા ઘર’નો પ્રારંભ

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘોડિયાઘરમાં સરસ મજાના વાતાવરણ સાથે બાળકો માટે તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ

દાહોદ જિલ્લા પંચાયત ખાતે મહિલા કર્મયોગીઓની સુવિધા માટે ‘ઘોડિયા ઘર’નો પ્રારંભ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ આજે કર્યો છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના ધર્મપત્ની શ્રીમતી ગોસાવીએ આ વેળાએ ઉપસ્થિત રહીને રીબીન કાપીને ઘોડિયા ઘરનો શુભારંભ કરાવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ આ પ્રસંગે જણાવ્યું કે, જિલ્લા પંચાયતના પ્રાંગણમાં મહિલા કર્મયોગીઓ માટે ઘોડિયાઘરનો પ્રારંભ કરતા હર્ષની લાગણી અનુભવું છું. અત્યાર સુધી અહીં આ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી મહિલા કર્મચારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અહીંના એક મહિલા કર્મચારી પોતાના છ મહિનાના બાળક સાથે કચેરીએ આવતા હતા. તે પરથી અહીંયા ઘોડિયાઘરની જરૂરીયાત અને પ્રારંભ કરવાનો વિચાર આવ્યો હતો. હવેથી આ ઘોડિયા ઘર શરૂ થતા અહીંની મહિલા કર્મચારીઓને આ પ્રકારની તકલીફોનો સામનો કરવો નહીં પડે અને તેમના બાળકોને પણ ઘોડિયા ઘર સાથે સરસ મજાનું વાતાવરણ મળી રહેશે. બાળકોને ખવડાવવા ઉપરાંત પાયાની સુવિધાઓ આ ઘોડિયા ઘર ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેથી મહિલાઓ બાળકોની ચિંતા વિના સારી રીતે કામ ઉપર ધ્યાન આપી શકશે.

અન્ય સમાચારો પણ છે...