પ્રોગ્રામ:દાહોદમાં ઝાયડસ મેડિકલ કોલેજમાં ફેમિલિ એડોપ્શન કાર્યક્રમનો પ્રારંભ

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અંતર્ગત ફેમિલી એડોપ્શન પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. પ્રોગ્રામ એન એમ સીના નિયમ અનુસાર શરૂ કરવામાં આવ્યો હતો. તેની પહેલ સૌ પ્રથમવાર ઝાયડસ મેડિકલ કોલેજથી જ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ વર્ષ MBBSના 200 વિદ્યાર્થીઓને આવ્યા હતા.

વિદ્યાર્થી દીઠ બે ઘર આપવામાં આવ્યા હતા. જે ઘરોમાં સ્વાસ્થ્ય વિષયક સર્વે કરવામાં આવ્યો હતો. MBBSના વિદ્યાર્થીઓ દ્વારા આ ઘરોની નિયમિત સ્વાસ્થ્ય વિષય મુલાકાત આગલા 3 વર્ષ માટે કરવામાં આવશે. આ પ્રોગ્રામનું સંચાલન સીઈઓ તથા એચઓડી અને પ્રોફેસર ડોક્ટર સંજયકુમાર તથા ડોક્ટર રાહુલ નેત્રગાવકરના માર્ગદર્શન હેઠળ ડોક્ટર નિયતિ ઝવેરીએ કર્યું હતું.

આ પ્રોગ્રામની શરૂઆત પ્રોફેસર ડોક્ટર સંજયકુમાર તથા ડીન સી.બી ત્રિપાઠીના સંબોધન દ્વારા કરવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં કોમ્યુનિટી મેડીસીન વિભાગના ડો.અમૃત સ્વામી ડો. અનિરૂદ્ધ, ડો. સોભના ડો. વિધિ શાહ, ડો. ગોસાઇ, ડો. દિલીપ પટેલ. ડો. કિશોરે ભાગ લીધો હતો. તેમજ MSW સંદીપ મેડા, શૈલેષ કિશોરી, બંસી રાઠોડ, સાધના મેડા, SI કેતુલભાઈ તેમજ દીપકભાઈ, સિનિયર મેનેજર હેતલ બેન રાવ,વિશાલ પટેલ તથા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...