આત્મનિર્ભર ગ્રામ યાત્રા:આત્મનિર્ભર ગ્રામ યાત્રા થકી સ્વચ્છ ભારત મિશનને વેગવંતુ બનાવવા દાહોદમાં વિકાસ કાર્યોનો પ્રારંભ

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથોનું દાહોદ જિલ્લાના ગામે ગામ ઉમળકાભેર સ્વાગત
  • 2791 વ્યક્તિગત શૌચાલયના તેમજ 45 સામૂહિક શૌચાલયના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા

આત્મનિર્ભર ગ્રામ યાત્રાના બીજા દિવસે દાહોદ જિલ્લામાં પાંચે રથ વિવિધ વિકાસ કાર્યોને પહોંચતા કરવા નીકળ્યા હતા. જે તે ગામના લોકોએ રથનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ નિમિત્તે ગામના વિવિધ વિકાસકામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા અને નાગરિકોને વિવિધ યોજનાઓના મંજૂરીપત્રો આપવામાં આવ્યા હતા. જિલ્લાના આગેવાનો સહિત સ્થાનિક અગ્રણીઓએ આ ગ્રામ યાત્રાના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા હતા.

ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કુલ 2791 વ્યક્તિગત શૌચાલયના ખાતમુહૂર્ત રૂ.334.32 લાખના ખર્ચે તેમજ રૂ.135 લાખના ખર્ચે કુલ 45 સામૂહિક શૌચાલયના ખાતમુહૂર્ત કરાઇ રહ્યાં છે. આ ઉપરાંત રૂ.26.18 લાખના ખર્ચે 447 વ્યક્તિગત શૌષખાડા અને રૂ.3.45 લાખના ખર્ચે 45 સામૂહિક શૌષખાડાનું લોકાર્પણ તેમજ રૂ. 22.72 લાખના ખર્ચે 388 વ્યક્તિગત શૌષખાડા અને રૂ. 4.22 લાખના ખર્ચે 55 સામૂહિક શૌષખાડાનું ખાતમુહૂર્ત કરી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...