જમીનની ચકાસણી:દાહોદ શહેરમાં ત્રણ જિલ્લાની જમીનનું પૃથ્થકરણ હાથ ધરાશે

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન ચકાસણી થકી ખેત ઉત્પાદનમાં ધરખમ વધારો
  • પ્રયોગશાળા ખાતે કુલ 1,55,664 નમૂનાનું પૃથ્થકરણ કરાયું

ખેડૂતો પોતાની જમીનની ચકાસણી કરાવીને ખેત ઉત્પાદનમાં ધરખમ વધારો કરી શકે છે. દાહોદ ખાતેની જમીન ચકાસણી પ્રયોગશાળા ખાતે માત્ર રૂ. 15ના નજીવા શુલ્ક સાથે જમીનની ચકાસણી કરાય છે. વર્ષ 2003થી અત્યાર સુધીમાં જમીન ચકાસણી પ્રયોગશાળા ખાતે કુલ 1,55,664 જમીનના નમૂનાનું પૃથ્થકરણ કરી સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરાયું છે.

ત્રણેક જિલ્લા દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ખેડૂતો આ પ્રયોગશાળાનો લાભ લઇને પોતાના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો છે. દાહોદનાં જમીન ચકાસણી પ્રયોગશાળાના મદદનીશ ખેતી નિયામક યુ.જે. પટેલ જણાવે છે કે, ખેત ઉત્પાદન વધારવા સમયાંતરે ખેડૂતો તેની જમીનની ચકાસણી કરાવે તે આવશ્યક છે.

જમીનમાં જુદાં-જુદાં પોષક તત્વોની જાણકારી માટે, જમીનની ફળદ્રૂપતાની કક્ષા નક્કી કરવા, જમીન કયા ખેતી પાકો માટે અનુકુળ છે, ખેતી પાકોને યોગ્ય અને સમતોલ માત્રામાં ખાતર આપવા જમીનનુ બંધારણ નક્કી કરવા, જમીનમા રહેલ નિતાર શક્તિ, ભેજ સંગ્રહ શક્તિ સહિતની બાબતો માટે ચકાસણી આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...