તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બગાસુ ખાતા પતાસુ:દેવગઢ બારીયાના ભથવાડા ટોલનાકે ટ્રેક્ટર પલ્ટી ખાતા ટ્રોલીમાથી રૂપિયા 9.55 લાખનો દારૂ ઝડપાયો

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નંબરપ્લેટ વિનાની ટ્રોલી મુકી ચાલક ફરાર

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ભુતીયા ગામે ભથવાડા ટોલનાકા પાસે હાઈવે પર પીપલોદ પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યુ હોય તેવો બનાવ બન્યો છે. ભથવાડા ટોલનાકા પાસે એક ટ્રેક્ટરની ટ્રોલી પલ્ટી ખાતાં ટ્રોલીમાં ભરેલો વિદેશી દારૂ રસ્તા પર ઢોળાયો હતો. ત્યારે આ મામલાની જાણ પીપલોદ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે, ટ્રેક્ટર ચાલક ટ્રોલી મુકી નાસી ગયો હતો.

પોલીસે ટ્રોલીમાંથી વિદેશી દારૂનો કિંમત રૂપિયા 9,55,935નો જથ્થો અને સાથે ટ્રોલીની કિંમત મળી કુલ રૂા.10,05,935નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, સમગ્ર મામલામાં ટ્રેક્ટરના નંબર અને ચાલકનું નામ, સરનામું પોલીસને નહીં મળતાં આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યા પહોંચાડવાનો હતો તે પોલીસ માટે કોયડો છે કારણ કે, ટ્રોલીની પાછળ કે, કોઈપણ ભાગે ટ્રેક્ટરનો નંબર નહીં હોવાને કારણે આ ટ્રેક્ટર કોનું હતું અને ચાલક કોણ હતો તે જાણવું પોલીસ માટે મુશ્કેલ લાગી રહ્યું છે.

પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દેવગઢ બારીયાના ભુતીયા ગામે ભથવાડા ટોલનાકા પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે પરથી એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. ત્યારે અકસ્માત સર્જાતાં ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું. જેથી ટ્રોલીમાં ભરેલો વિદેશી દારૂ રસ્તા પર ઢોળાઈ ગયો હતો. આ ઘટના બનતાંની સાથે ટ્રેક્ટરનો ચાલક નંબર વગરની ટ્રોલી સ્થળ પર જ મુકી ટ્રેક્ટર લઈ નાસી ગયો હતો.

આ ઘટનાની જાણ પીપલોદ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસે ટ્રેક્ટરની ટ્રોલીમાંથી વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ.142 જેમાં કુલ બોટલો નંગ.4320 કિંમત રૂા.9,55,935ના જથ્થા સાથે ટ્રેક્ટરની ટ્રોલીની કિંમત મળી કુલ રૂા.10,05,935નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...