• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Lack Of Development In Sanjeli Taluka Headquarters Of Dahod District, Villagers Thirst For Basic Amenities Like Water, Roads, Sewerage, Light

વિકાસ ઝંખતું સંજેલી:દાહોદ જિલ્લાના તાલુકા મથક સંજેલીમાં વિકાસનો અભાવ, ગ્રામજનો પાણી, રસ્તા, ગટર, લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે તરસ્યાં

દાહોદએક મહિનો પહેલા
  • ગંદા પાણી ગામમાં આવેલા તળાવમાં ઠલવાતાં તળાવની હાલત બદતર બની
  • પીવાના પાણીની પુરતી સુવિધા ન હોવાથી લોકો પાણી વેચાતું લેવા મજબૂર બન્યાં
  • સરપંચનો પોતાનો બંગલો ગૌચર જગ્યામાં બનાવી દબાણ આચર્યું હોવાના આક્ષેપો

આગામી 19 ડિસેમ્બરના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, ગામડાઓની સરકાર રચાવાની છે. ત્યારે દાહોદના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીની ગ્રામ પંચાયત પાસેથી વિવિધ વિકાસના કામો લોકો ઈચ્છી રહ્યા છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. આગામી 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાવાની છે. ત્યારે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ગામમાં ગ્રામજનોની સમસ્યા દૂર કરવાની અને વિકાસની દિશાઓ ઉજ્જળ બનાવવાવી જરૂરીયાત ઉદભવી છે.

સંજેલી ગામની વસ્તી 10 હજારથી ઉપરની છે, જેમાં 17થી 18 ફળીયાં આવેલાં છે. છતાં પણ ગામમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ઉપરાંત આ પંચાયત ઘણા બધા વિવાદોથી ઘેરાયેલી છે. જેમાં સરપંચનો પોતાનો બંગલો ગૌચર જગ્યામાં બનાવી દબાણ આચર્યું હોવાની પણ સ્થાનિકોના મોંઢે ચર્ચાઓ છે. ઉપરાંત ગામની સ્ટ્રીટ લાઇટો બંધ છે અને તેના મામલે પણ વિવિધ આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે.

સંજેલી ગામમાં સ્વચ્છતાનો અભાવ છે. ગામમાં ગટરનો અભાવ છે તેમજ પીવાના પાણીની પણ પુરતી સુવિધાઓ નથી. જેથી લોકો પીવાનું પાણી વેચાતું લેવા મજબૂર બન્યાં છે. ગામના સામુહિક શૌચાલયની જાળવણી ના થતાં ગંદકી બહાર આવતા ગામના લોકોને હાલાકી વેઠવી પડે છે. ઉપરાંત ગામમાં સ્વચ્છતા માટે ડસ્ટબીન ખરીદવાની વાતો વચ્ચે ડસ્ટબીન કશે દેખાતી ન હોવાના પણ આક્ષેપો કરાયા છે. વધુમાં ગામના ગંદા પાણી ગામમાં આવેલા તળાવમાં ઠલવાતાં તળાવની હાલત બદતર બની છે. નોંધનીય છે કે સંજેલી તાલુકાનું મુખ્ય મથક છે, તાલુકા પંચાયત કચેરી પણ અહી જ છે. તેમ છતાં ગામનો વિકાસ ન થતાં ઘણા પ્રશ્નાર્થ સર્જાયા છે.

અન્ય સમાચારો પણ છે...