દાહોદ શહેરના સીંગલ ફળિયામાં રહેતી શબાનાકુંવર કાજલકુંવર કુંવરે પોલીસને જણાવ્યુ હતું કે, ચાકલીયા રોડ, સીંગલ ફળિયામાં રહેતા સાંસી સમાજના ૨વીભગાભાઈ, જસોદાબેન રવીભાઈ, વિશાલ ડેબરાભાઈ, પુજાબેન વિશાલભાઈ, વિષ્ણુભાઈ ડેબરાભાઈ, આનંદ જબરભાઈ, સચીન જબરભાઈ, રાજેશ સજ્જનસીંગ, રોહન રાજેશભાઈ તથા રળીયાતી અર્બન હોસ્પિટલ સામે રહેતા હર્ષદભાઈ રાકેશભાઈ ભાના(સાંસી) સહિતનાએ13 માર્ચે રાત્રે 10 વાગે મા૨ક હથિયારો સાથે તેમના ઘરે ધસી આવ્યા હતાં.
ઘર આગળ આવી તમે કેમ અમારા સમાજના માણસો સાથે માથાકુટ કરો છો? તેમ કહી ઝઘડો કરી ગાળો બોલી મારી નાંખવાની ધમકી આપી પથ્થરમારો કરી કાર, બાઈક, સીસટીવી કેમેરા, રીક્ષા, પંખા નંગ-4 તથા તિજોરી કબાટ વગેરે તોડી નાંખી અંદાજે ~3,50,000નું નુકશાન પહોંચાડ્યું હતું.
તેની સામે સીંગલ ફળિયામાં રહેતાં સપનાબેન વર્માએ પોલીસને જણાવ્યુ હતું કે, શબાના માસીબા, ખુશાલી, અકરમ, સલીમ, નાગીન અને નીક્કી હથિયારો ધારણ કરીને તેમના ઘરે ધસી આવ્યા હતાં. સપનાબેને તે અમારા વિરૂદ્ધ ફરિયાદ કેમ કરી કહી ગાળો બોલી માર મારતા હોઇ તેમનો ભત્રીજો હર્ષદ છોડાવવા પડ્યો હતો.શબાનાબેને તેને દાતરડા જેવુ હથિયાર માથે મારી ઇજા કરી હતી. તેમજ સપનાબેનની વહુ તથા છોકરીને મોતની ધમકી આપી હતી. આ અંગે પોલીસે બંને પક્ષ સામે ગુના દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.