બાઈક ચાલકનો ભોગ લેવાયો:ગરબાડાના પાટાડુંગરી પાસે ટેમ્પોએ બાઇકને અડફેટે લીધુ, અકસ્માતમાં બાઈક સવારનું મોત

દાહોદ3 મહિનો પહેલા
  • ઓવરટેક કરવા જતાં સર્જાયેલા અકસ્માત મા બાઈકનો કચ્ચરઘાણ

ગરબાડા તાલુકાના પાટાડુંગરી રોડ પર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. 407 ટેમ્પો બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ટેમ્પો ખાડામાં ખાબકયા બાદ તેમા આગ ફાટી નીકળી હતી.

ડિવાઇડર તોડી ટેમ્પો, બાઈક ખાડામા ખાબકયા
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના પાટાડુંગરી ટેમ્પો 407 પાંચવાડા થી પાટાડુંગરી તરફ જઈ રહ્યો હતો .તે દરમિયાન આગળ જતી બાઈક ની સાઇડ કાપતી વખતે ટેમ્પો ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સાથે ટેમ્પો રોડની નીચે ડિવાઇડર તોડી પડતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ટૂંકીવજુ ગામના બાઈક ચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું .

ટેમ્પામા આગ ફાટી નીકળતા ફાયર ફાઈટર બોલાવાયા
તે દરમિયાન અચાનક 407 ટેમ્પામાં આગ લાગતા આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. જે આગની જાણ થતાં ગરબાડા પોલીસ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...