તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભદ્ર વર્તન:​​​​​​​દેવગઢ બારિયાના અંતેલામા 60 વર્ષીય વૃદ્ધનુ અપહરણ કરી તેમની જ પત્ની સાથે શારીરિક છેડછાડ કરી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચ વ્યકિતઓએ ભેગા મળી કૃત્ય કરતા ફરિયાદ નોંધાઈ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે એક 60વર્ષીય વૃધ્ધનું પાંચ જણાએ અગમ્ય કારણોસર અપહરણ કરી લઈ માંડલી મુકામે લઈ જઈ ત્યાં ગોધી રાખ્યાં હતાં.આ 60 વર્ષીય વૃધ્ધની પત્નિ સાથે ચાર પૈકી બે જણાએ છેડછાડ કરી ઈજ્જત લેવાની કોશિષ કરતાં આ સમગ્ર મામલે ચારેય ઈસમો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ચારેયની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે ચણોઠા ફળિયામાં રહેતાં વૃદ્ધ ભેમાભાઈ ભુલાભાઈ પટેલની પત્નિને તેમના જ ગામમાં રહેતાં મહેશભાઈ અભેસીંગભાઈ પટેલ અને નરપતભાઈ અભેસીંગભાઈ પટેલે ભેમાભાઈની પત્નિને પકડી માર માર્યો હતો અને ઈજ્જત, આબરૂ લેવાની કોશિષ કરી હતી .ત્યાર બાદ મહેશભાઈ, નરપતભાઈ અને તેમની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ વિનોદભાઈ ભોદુભાઈ બારીયા, ગોવિંદભાઈ મનુભાઈ પરમાર (બંન્ને રહે.માંડલી, બારીઆ ફળિયું,તા.લીમખેડા, જિ.દાહોદ) અને પરેશભાઈ મનુભાઈ પરમાર (રહે. અગારા, નદી ફળિયું, તા.લીમખેડા, જિ.દાહોદ) નાઓએ પોતાના કબજાની એક ફોર વ્હીલર ગાડીમાં બળજબરીપુર્વક ભેમાભાઈનું અપહરણ કરી માંડલી ગામે લઈ ગયાં હતાં.

ધાબાવાળા એક મકાનમાં ભેમાભાઈને ગોંધી રાખ્યાં હતાં જ્યારે વિનોદભાઈ ભોદુભાઈ બારીયાએ ભેમાભાઈને કહેલ કે, હું બેન્કમાં નોકરી કરૂં છું અને તે મને હાથ લગાડ્યો તો તારી ઉપર ગાડી ચઢાવી તને મારી નાંખીશ જેવી ધમકીઓ આપતાં આ સંબંધે અપહરણનો ભોગ બનેલ ભેમાભાઈ ભુલાભાઈ પટેલે ગત તારીખ 28મી જૂનના રોજ દેવગઢ બારીઆ પોલીસ મથકે આવી ઉપરોક્ત પાંચેય ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...