કાર્યવાહી:દાહોદ જિલ્લામાંથી બે તરુણીના અપહરણ, પાટવેલના તથા અજાણ્યા યુવક સામે ગુનો

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પાટવેલ ગામનો અશ્વિન શન્તુ કિશોરી તા.2 મેના રોજ વાંગડ ગામેથી 13 વર્ષ 6 મહિનાની તરૂણીને પ્રેમના પાઠ ભણાવી અપહરણ કરી લઇ જતા પરિવારને પાટવેલ ગામનો અશ્વિન શન્તુ પત્ની તરીકે રાખવા તરૂણીનું અપહરણ કર્યાનું જાણવા મળતાં તરૂણીના પિતાએ અશ્વિન શન્તુ કિસોરી સામે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે દાહોદ તાલુકાના છાપરી ગામની 15 વર્ષ અને 7 મહિનાની તરૂણી તા.16 માર્ચના રોજ સાંજના સમયે કામ અર્થે ઘરેથી નિકળી પરત નહી આવતાં પરિવારને આજ દિન સુધી કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી તરૂણીનું અપહરણ થયાની શંકા વ્યક્ત કરી દાહોદ તાલુકા પોલીસ મથકે અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...