તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:દાહોદ જિલ્લામાં બે અલગ-અલગ સ્થળેથી લગ્નની લાલચ આપી બે સગીરાઓના અપહરણ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાહોદના રાબડાળ અને ધાનપુરના ભોરવામાથી અપહરણ કરાયા

દાહોદ જિલ્લામાંથી બે જુદી જુદી જગ્યાએથી બે સગીરાઓના અપહરણ થયા છે. બંન્નેને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્ની તરીકે રાખવા બે શખ્સો અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે પોલીસમા ફરિયાદ નોંધાયાઇ છે.

સગીરાના અપહરણનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના રાબડાળ ગામે બનવા પામ્યો હતો જેમાં દાહોદ તાલુકાના વડવા ગામે સરપંચ ફળિયામાં રહેતાં અતુલભાઈ વાલાભાઈ પસાયાએ દાહોદ તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી પત્ની તરીકે રાખવા સારૂં રાબડાળ ગામેથી અપહરણ કરી લઈ નાસી જતાં ગયો છે. આ સંબંધે સગીરાની માતા દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગીરાના અપહરણનો બીજાો બનાવ ધાનપુર તાલુકાના ભોરવા ગામે બનવા પામ્યો હતો જેમાં ધાનપુર તાલુકાના તરમકાચ ગામે રહેતો કમલેશભાઈ ભોપતભાઈ બારીયાએ ધાનપુર તાલુકામાં રહેતી એક 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી, પત્ની તરીકે રાખવા સારૂં સગીરાનું ભોરવા ગામેથી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...