મધ્યપ્રદેશના ત્રણ યુવકો પત્ની રૂપિયાના દાવાના રૂપિયા મુદ્દે એક યુવકનો ટેમ્પો ભાડે કરી તેનું ટેમ્પા સાથે અપહરણ કર્યુ હતું. આ મુદ્દે અહ્યુતના ભાઇએ અપહરકર્તા સાથે ફોન પર વાત કરતાં 2,10,000 રૂપિયા પરત આપી ભાઇ તથા ટેમ્પો છોડાવી લઇ જાઓ તેમ જણાવ્યું હતું. મધ્યપ્રદેશના કાળીયાપીટોલ તેના ઘરે જઇને તપાસ કરતાં કોઇ નહી મળતાં ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
કાળીયાપીટોલ ના નરેશભાઇ મેડા તથા અન્ય બે વ્યક્તિ તા.9મી ડિસેમ્બરે જેસાવાડા નીચવાસ બજારમાંથી કતવારા થી અભલોડ ગામે જનરેટર મશીન લાવવાનુ છે તેમ કહી રૂ.6000 ટેમ્પાનું ભાડુ નક્કી બાવકા ના નરેશભાઇ અમલીયારને લઇ ગયા હતા. ત્યારે કાળુભાઇ ટેમ્પો લઇને તેમની સાથે જતો હતો.
ત્યારે ત્રણે બારોબાર કાળીયાપીટોલ લઇ ગયા હતા અને નરેશ મેડા જણાવેલ કે મારી પત્ની અરૂણાને કેમ મોકલતા નથી અને મારા દાવા પેટે આપેલ 2,10,000 પરત આપો તેમ કહી ટેમ્પો સાથે કાળુભાઇનું અપહરણ કરી લઇ ગયા હતા. આ બાબતે નરેશભાઇએ તેમના ભાઇ કાળુભાઇને જાણ કરતાં તેઓ અમદાવાદથી મજુરીએથી તાત્લાકિ દોડી આવ્યા હતા.
નરેશ જોગડા મેડા સાથે ફોન પર વાત કરતાં તાભાઇને છોડાવવો હોય તો રૂ.2,10,000 રૂપિયા આપી છોડાવી લઇ જાઓ તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ તેનો ફોન બંધ આવતાં તેના ઘરે કાળીયાપીટોલ જઇને તપાસ કરતાં તેના ઘરે કોઇ ન હતું. જેથી આ સંદર્ભે અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.