દાહોદ જિલ્લામાં બે જગ્યાએ પત્ની તરીકે રાખવા માટે બે સગીરાના અપહરણના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. પોલીસે ફેતપુરાના કુંડલા તથા લીમડીના યુવકો સામે અપહરણનો ગુનો દાખ કરી કાર્યવાહી હાથ ધરી હતી. કુંડલા ગામનો કલ્પેશ દિનેશ ભોઇ તા.27 મેના રોજ રાત્રીના તાલુકાની 1તરૂણીને લલચાવી ફોસલાવી પત્ની તરીકે રાખવા અપહરણ કરી લઇ ગયો હતો.
આ બાબતણી જાણ તરૂણીના પરિવારને થતાં કુંડલા ગામે યુવકને ઘરે ગયા હતા અને છોકરી પરત સોંપવાની માંગણી કરતાં છોકરાના કુટુંબના લોકોએ છોકરા છોકરી પરત મળી આવે તો સોંપવાની વાત કરી હતી. સમાજના રીત રીવાજ મુજબ પંચ રાહે છોકરી પરત મળી જાય તે માટે તરૂણીના પરિવારે પ્રયત્ન કર્યો હતો પરંતુ આજદિન સુધી કોઇ નિકાલ નહી આવતાં અને છોકરી પરત ન મળતાં તરૂણીના પિતાએ તાલુકા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે લીમડીનો કમિત ભોધરા નિનામા તા.4મેના રોજ સવારે બસ સ્ટેશનેથી સગીરાના પ્રેમના પાઠ ભણાવી પટાવી ફોસલાવી પોતાની પત્ની તરીકે રાખવા માટે કાયદેસરના વાલીપાણામાંથી ભગાડી અપહર કરી લઇ ગયો હતો. આ બાબતની જાણ સગીરાના પરિવારે થતાં શોધખોળ કરી હતી. શોધખોળ દરમિયાન પત્ની તરીકે રાખવા સગીરાનું અપહરણ કરી ગયો હોવાનું જાણવા મળતાં સગીરાના પિતાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.