ફરિયાદ:પાટિયાથી લગ્નના ઇરાદે 16 વર્ષિય કિશોરીનું અપહરણ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પખવાડિયા બાદ કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવી
  • પોલીસે ગુનો દાખલ કરી બંનેની શોધખોળ હાથ ધરી

ગરબાડા તાલુકાના પાટિયા ગામેથી માત્ર 16 વર્ષિય કિશોરીનું એક યુવક લગ્નના ઇરાદે અપહરણ કરી ગયો હતો. તપાસ કર્યા છતાં બંનેનો કોઇ જ પત્તો મળ્યો ન હતો. આ બનાવ અંગે પખવાડિયા બાદ કિશોરીના પિતાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગરબાડા તાલુકાના ભે ગામના હાંડીયા ફળિયાનો રહેવાસી નરેશ વરસિંગ ભુરિયા પાટીયા ગામેથી 24 ઓક્ટોબરની રાતના 8.30 વાગ્યાના અરસામાં એક 16 વર્ષિય કિશોરીનું લગ્નના ઇરાદે અપહરણ કરી ગયો હતો.

પરિવારના લોકોએ કિશોરીની ઘણી શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઇ જ પત્તો મળ્યો ન હતો. નરેશ તેને ભગાવી ગયો હોવાની જાણ થતાં તેના પરિવારના લોકોનો સંપર્ક કરાયો હતો પરંતુ કોઇ પણ પ્રકારની જાણકારી મળી ન હતી. આ ઘટના અંગે અંતે કિશોરીના પિતાએ ગરબાડા પોલીસ મથકે પરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી નરેશ અને કિશોરીની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...