અપહરણ:15 વર્ષિય તરુણીનું લગ્ન કરવાના ઇરાદે અપહરણ

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતાની ફરિયાદના આધારે ચંદલા ગામના બદેસિંગ ભુરિયા સામે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
  • તરુણીનો પત્તો નહીં મળતાં 18 દિવસ બાદ ફરિયાદ

ગરબાડા તાલુકાના એક ગામમાં રહેતી 15 વર્ષિય તરુણીનું ચંદલા ગામનો યુવક લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હતો. પરિવાર દ્વારા શોધખોળ કરવા છતાં તરુણીનો ક્યાંય પત્તો મળ્યો ન હતો. અંતે 18 દિવસ બાદ તેના પિતાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ચંદલા ગામનો બદેસિંગ છત્રા ભુરિયા 22મી તારીખના રોજ ગરબાડા તાલુકામાં એક ગામમાં ગયો હતો. ત્યાં રહેતી એક 15 વર્ષિય તરુણીને લગ્નની લાલચ આપીને તે બપોરના બે વાગ્યાના અરસામાં અપહરણ કરી ગયો હતો. ઘરે નહીં પહોંચેલી તરુણીની પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તેનો કોઇ જ પત્તો મળ્યો ન હતો.

અંતે બદેસિંગ અપહરણ કરી ગયો હોવાનું જણાતા તેના પરિવારનો સંપર્ક કરાયો હતો. પરંતુ કોઇ મેળ પડ્યો હતો. તરુણીનું અપહરણ થયાના 18 દિવસ બાદ તેના પિતાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બદેસિંગ ભુરિયા સામે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...