માનવતા:કાળીમહુડીની બાળકીનું પરિવાર સાથે મિલન; પોલીસે 2 વર્ષની બાળકીને ગણતરીના કલાકોમાં શોધી આપી

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીમડી બજારમાં માતા-પિતાથી વિખૂટી પડી હતી

લીમડી બજારમાં માતા-પિતાથી વિખુટી પડેલી કાળીમહુડી ગાની બે વર્ષની બાળકીને ગણતરીના કલાકોમાં તેના માતા-પિતા સાથે લીમડી પોલીસે મિલન કરાવ્યું હતું. ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામના અજીતભાઇ ધરૂભાઇ કટારા તથા તેની બહેન નીતાબેન સાથે નાની બાળકી શ્રુતિ, ઉ.વ.2 નાનીને લઇ તા.5 માર્ચના રોજ લીમડી બજારમાં વેપાર અર્થે આવ્યા હતા. તે દરમિયાન નાની બાળકી વિખુટી પડી ગઇ હતી. તેની જાણ લીમડી પોલીસ પી.એસ.આઇ એમ.એફ.ડામોરને થતાં બનાવની ગંભીરતા ધ્યાને લઇ તાત્કાલિક એક્શનમાં આવીને બાળકીના પરિવારની શોધખોળ હાથ ધરી હતી. અને એમ.એફ.ડામોર તથા સે. પો.સ.ઇ. શ્રી એમ.બી.ખરાડી તથા બીજા પોલીસ સ્ટાફના માણસો લીમડી ગામમાં બાળકીના પરિવારની સખત શોધખોળ કરતા બાળકીના પિતા અજીતભાઈ ધરૂભાઇ કટારા મળી આવતાં તેમની પુછપરછ કર્યા બાદ બાળકીને સલામત તેના પિતાને સોંપી લીમડી પોલીસે માનવતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂ પાડયુ હતું.

અન્ય સમાચારો પણ છે...