• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Kadana Dam Surface Reaches 419 Feet, Excess Water Released, Bajaj, Kadana 100% Flower From Water Released From Pineapple

પાણીની આવક:કડાણા ડેમની સપાટી 419 ફૂટે પહોંચી, વધારાનું પાણી છોડાયું, બજાજ, અનાસમાંથી છોડાયેલા પાણીથી કડાણા 100% ફૂલ

દિવડા કોલોની18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કડાણા જળાશયની જળસપાટી મહત્તમ 419 ફુટ પહોંચતા વધારાનું પાણી છોડવામાં આવ્યુ - Divya Bhaskar
કડાણા જળાશયની જળસપાટી મહત્તમ 419 ફુટ પહોંચતા વધારાનું પાણી છોડવામાં આવ્યુ
  • પાવરહાઉસ અને ડેમના 2 ગેટ ખોલી 27336 ક્યૂસેક પાણી છોડાયું

કડાણા જળાશય ઉપરવાસમાં છોડવામાં આવેલ પાણીની આવકને પગલે ડેમ તેની મહત્તમ સપાટી 419 ફૂટ પહોંચતા વધારાનું પાણી પાવરહાઉસ અને ડેમના 2 ગેટ ખુલ્લા મુકી નદીમાં વહેતું કરવામાં આવી રહ્યું હતું. મહીસાગર જિલ્લાના કડાણા ડેમ ચોમાસાના અંતિમ ચરણોમાં 100% ભરાય જતા મહીસાગર સહિત 8 જિલ્લાઓ માટે પીવાના પાણીથી લઈ સિંચાઈ સહિતની સમસ્યાઓનો અંત આવી ગયો છે. ચાલુ વર્ષે શ્રાવણના સુખા બાદ ભાદરવામાં ડેમ ઉપરવાસમાં આવેલ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમા વરસેલા વરસાદના પગલે કડાણા ડેમ ચોમાસાના અંતે ઓક્ટોબર માસના રૂલ લેવલ અને મહત્તમ સપાટી 419 સાથે સરભર રહ્યો હતો.

ત્યારે હાલમાં ઉપરવાસમાં આવેલ મહી બજાજ તેમજ અનાસમાંથી છોડવામાં આવતા પાણીના પ્રવાહથી કડાણા ડેમ તેની મહત્તમ સપાટી 419 પાર પહોંચે તે પહેલા ડેમ પ્રશાસન દ્વારા રૂલ લેવલ જાળવી રાખવા માટે 27336 ક્યૂસેક પાણી નદી, કેનાલ અને પાવર હાઉસ મારફતે વીજ ઉત્પાદન સાથે ખેતીને પણ ઉપયોગી રહે તે મુજબ આયોજન બંધ જળાશયમા છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ચાલુ વર્ષ ચોમાસાના અંતમાં આજની તારીખમાં ડેમ તેની મહત્તમ 419 ફૂટ સપાટી સાથે 100% સંપૂર્ણ ભરાય જતા પ્રશાસન દ્વારા વધારાનું પાણી નદીના પટમાં વહેતું થતાં મહી બે કાંઠે વહેતી જોવા મળી રહી હતી.

કડાણાની સ્થિતિ
આવક 19755 ક્યૂસેક
સપાટી 419 ફૂટ
પાવર હાઉસ 15900 ક્યૂસેક
ગેટ 10136 ક્યૂસેક
સુજલામ સુફલામ 1100 ક્યૂસેક
ડાબા કાંઠા 200 ક્યૂસેક
કુલ જાવક 27336 ક્યૂસેક

અન્ય સમાચારો પણ છે...