સન્માન:દાહોદની જે.આર. બી.એડ. કોલેજ ખાતે શિક્ષકોનો સન્માન સમારોહ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિવૃત્ત શિક્ષકોને મળવાપાત્ર લાભોના પ્રમાણપત્ર અપાયા

દાહોદની જે.આર.બી.એડ. કોલેજ ખાતે પ્રાથમિક શિક્ષણનાં ગત તા. 31 ઓક્ટોબરે નિવૃત્ત થતાં શિક્ષકોનો સન્માન સમારોહ અને તેમને મળવાપાત્ર લાભોના પ્રમાણપત્ર એનાયતનો કાર્યક્રમ વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની અધ્યક્ષતામાં યોજાયો હતો. સાંસદ જસવંતસિંહ ભાભોર પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. કાર્યક્રમમાં નિવૃત્ત થતા 31 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના પેન્શન-ગ્રેજ્યુએટી સહિતના રૂ. 16 કરોડથી વધુનાં લાભોના પ્રમાણપત્ર મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા.

સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, સરકારના ખૂબ મહત્વનાં કાર્યક્રમોને લોકો સુધી પહોંચતા કરીને તેને સફળ બનાવવામાં શિક્ષકોનું મહત્વનું યોગદાન છે. વસ્તી ગણતરીથી લઇને અનેક મહત્વપૂર્ણ યોજનાઓ શિક્ષકોના સહયોગ વિના શક્ય ન બની હોત. જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલાએ શિક્ષકોને નિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ આપી હતી.

કાર્યક્રમમાં જિલ્લામાં સારી કામગીરી બજાવતા શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખે કર્યું હતુ. જેમાં જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સરતનભાઇ ચૌહાણ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...