દાહોદ જિલ્લામાં પોલીસદળ કે આર્મીમાં જોડાવા યુવાવર્ગ જરૂરી માર્ગદર્શન અને તૈયારીઓના અભાવે લેખિત પરીક્ષા કે ફિઝિકલ ટેસ્ટમાં નાપાસ થતો હોય છે. ત્યારે જિલ્લાના વધુમાં વધુ યુવક-યુવતિ આર્મીમાં જોડાઇને દેશસેવા કરે તે હેતુથી 15 માજી સૈનિકો તેમને દાહોદના કોલેજ ગ્રાઉન્ડ ખાતે તાલીમ આપે છે. જમાં યુવતિઓ પણ અથાગ મહેનત કરી રહી છે. રોજ પરોઢે 6 વાગ્યે ટ્રેનિંગ શરૂ થાય છે.
સંગઠનના પ્રમુખ શંકરભાઇ મોહનિયાએ જણાવ્યુ કે, ગ્રાઉન્ડ ક્લીયરન્સ માટે રનીંગ, હાઇજમ્પ, લોન્ગજમ્પ, કસરતો સાથે યુવતિઓને સ્વરક્ષણની તાલીમ અપાય છે. સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ કરાવાય છે. યુવતિઓ સાથે 800 યુવકોને પણ તાલીમ લે છે. દાહોદ જિલ્લામાં કુલ 4500 માજી સૈનિકો છે. જ્યારે તાલીમાર્થી યુવતી સકીના નિનામાએ જણાવ્યુ કે તાલીમથી આત્મવિશ્વાસ વધ્યો, હું રોજ ટ્રેનિંગ માટે જેકોટથી દાહોદ જાઉં છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.