હોબાળો:​​​​​​​દાહોદમા રેલ્વે હોસ્પિટલમાં ફિજીયોથેરાપીસટના ઈન્ટરવ્યુ સ્થગીત કરાતા નોકરીવાચછુઓમાં રોષ

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોતાના મળતીયઓની ભરતી કરી દેવાના ગંભીર આક્ષેપો કરાયા

દાહોદ શહેરમાં આવેલ રેલ્વે હોસ્પિટલમાં ફિઝીયોથેરાપિસ્ટની જગ્યા માટે વોક ઈન ઈન્ટરવ્યું સ્થીગત કરી દેવામાં આવતાં તબીબોએ આજરોજ દાહોદની રેલ્વે હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. ઈન્ટરવ્યું આપવા આવેલા તબીબોના જણાવ્યાં અનુસાર, રાજકીય ઈશારે આ ઈન્ટરવ્યું સ્થીગત કરી તેમના મળતીયાઓને બારોબાર ભરતી કરી દીધી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યાં હતાં.

આજરોજ દાહોદ શહેરમાં આવેલ રેલ્વે હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં તબીબોનો ઘસારો જોવા મળ્યો હતો અને તબીબોએ એકાએક હોબાળો મચાવતાં હોસ્પિટલ સંકુલમાં ઉતેજનાનો માહોલ છવાઈ ગયો હતો. જાણવા મળ્યાં અનુસાર, દાહોદની રેલ્વે હોસ્પિટલમાં ફીઝીયોથેરાપીસ્ટની પોસ્ટ માટે વોક ઈન ઈન્ટરવ્યું રાખવામાં આવ્યું હતું. કોઈક કારણોસર આ ઈન્ટરવ્યું સ્થગીત કરી દેવામાં આવ્યું છે અને જાણવા મળ્યાં અનુસાર, દાહોદની રેલ્વે હોસ્પિટલની બહાર હોસ્પિટલના સત્તાધિશો દ્વારા ઈન્ટરવ્યું સ્થગીત કરવા નોટીસ લગાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યા હતો.

બીજી તરફ અંદરો અંદર આક્રોશમાં આવેલા ઈન્ટરવ્યું આપવા આવેલ તબીબો દ્વારા અનેક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યાં છે. તેઓના જણાવ્યાં અનુસાર, રાજકીય ઈશારે ફીઝીયોથેરાપીસ્ટની જગ્યામાં સગા વ્હાલાઓ અને તેમના મળતીયાઓની અગાઉથીજ ભરતી કરી દેવામાં આવી છે. આ હોબાળાને પગલે આરપીએફ પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી. સમગ્ર મામલે સંબંધિતો દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે તો અનેક સઘળી હકીકતો બહાર આવે તેમ છે. આક્ષેપોમાં તથ્ય કેટલું જે જાણવું પણ જરૂરી બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...