કાર્યવાહી:ઓઇલ ચોરી તેમજ પબ્લિક પ્રોપર્ટી એક્ટમાં વોન્ટેડ ઝબ્બે, બોરીયાલાનો જેસિંગ ડામોર ભરૂચના ચમારીયાથી ઝડપાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ એસપી બલરામ મીણાએ જીલ્લામા ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓ જે જિલ્લા બહાર રહેતા હોય જેઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા માટે એલ.સી.બી. પીઆઈ બી.ડી. શાહને સુચના અને માર્ગદર્શનમાં પીઆઇ બી.ડી. શાહની સુચનામાં એલ.સી.બી. સ્ટાફને દાહોદ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો આરોપી ગરબાડા તાલુકાના બોરીયાલા ગામનો જેસિંગ રતનસિંગ ડામોર ભરુચ જિલ્લાના વાલીયા તાલુકાના ચમારીયા ગામમા મજુરીકામ કરતો હોવાની મળેલી બાતમી આધારે ટીમે આયોજનબદ્ધ વોચ ગોઠવી તેને ઝડપી પાડી દાહોદ તાલુકા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

જ્યારે ઝડપાયેલો આરોપી મહેસાણા જિલ્લાના બાવલુ પોલીસામાં નોંધાયેલ કલમ 379, 511 , 285, 427, 120 બી તથા પી.એમ.પી.એકટ કલમ 15(1), 15 (2), 15 (4), 16(એ) તથા આ.ચીજવસ્તુ ધારા કલમ 3, 7 તથા પબ્લીક પ્રોપર્ટી એકટ કલમ 3, 7મુજબના ગુનામા નાસતો ફરતો હોવાનું જણાઇ આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...