તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:જશવંતસિંહ ભાભોર મોદી સરકારના વિસ્તરણમાં ફરી એકવાર પડતા મુકાયા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2019 લોકસભા ચૂંટણીમાં સૌથી ઓછી લીડ કારણભૂત હોઈ શકે

મોદી સરકારની બીજી ઇનિંગના મંત્રી મંડળનું વિસ્તરણ બુધવારે થયું હતું. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 43 જેટલા સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ હતું. ગુજરાતમાંથી પણ સાંસદોને મંત્રીપદ આપ્યું હતું. જોકે મોદી સરકારની પ્રથમ ઇનિંગના વિસ્તરણમાં દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોરને આદિજાતિ રાજ્ય મંત્રી બનાવ્યા હતા. બાદ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપાએ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરને દાહોદ લોકસભાની બેઠક ઉપરથી બીજી વખત ટિકિટ ફાળવતા તેઓએ ભારે ઉત્સાહ અને જોશથી ચૂંટણી લડી હતી.

જોકે વર્ષ 2019ની ચૂંટણીમાં જશવંતસિંહ ભાભોરની અગાઉ કરતા 1 લાખથી પણ વધુ મતોની લીડ ઘટી ગઈ હતી. અને રાજ્યની તમામ 26 બેઠકોમાં સૌથી ઓછી લીડ નોંધાઈ હતી. મોદી સરકારની બીજી ઇનિંગમાં શપથવિધિ દરમિયાન જશવંતસિંહ ભાભોરને મંત્રીમંડળમાં સ્થાન અપાયું ન હતું. જોકે દાહોદ જિલ્લાના મતદારોમાં નરેન્દ્ર મોદીનાં મંત્રીમંડળના આ વિસ્તરણ દરમિયાન જશવંતસિંહ ભાભોરનું નામ ચોક્કસ આવશે તેવી આશાઓ બંધાઈ હતી.બુધવારે યોજાયેલા બીજી ઇનિંગના વિસ્તરણમાં પણ દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોરને મંત્રીમંડળની યાદીમાં સ્થાન મળી શક્યું નથી. જેથી જિલ્લા ભાજપના કાર્યકરોમાં ભારે નિરાશા સાંપડી છે.

ભાઈને ધારાસભ્ય બનાવવાનું નુકસાન પણ હોઈ શકે
2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન લીમખેડા વિધાનસભામાં છેલ્લી ઘડી સુધી ઉમેદવારના નામની અટકળો ચાલી રહી હતી. ત્યારે અચાનક જ જશવંતસિંહ ભાભોરના સગાભાઈને લીમખેડા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.જેની ભાજપ મોવડી મંડળમાં ગંભીર નોંધ લેવાઇ હોવાનું પક્ષના આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ બાબતે પણ મંત્રીમંડળમાંથી બાકાત રાખવાની શક્યતાઓ હોય શકે છે.

અન્ય સમાચારો પણ છે...