રાજસ્થાનમાં ઠેકો ચલાવીને તગડો નફો રળી લેવા દાહોદ સહિત રાજ્યમાં દારૂનો સપ્લાય કરતો બાંસવાડાના વોન્ટેડ એવા દારૂના વેપારીની એસઓજીએ ધાવડિયાથી ધરપકડ કરી હતી. તેની સામે ઝાલોદ, ફતેપુરા અને સુખસર સહિતના પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓમાં તે 2 વર્ષથી વોન્ટેડ હતો તેવું જાણવા મળ્યુ છે.
દાહોદ જિલ્લામાં બંને રાજ્યમાંથી દારૂનો પ્રવેશ કરાવવામાં આવે છે. ત્યારે આ કામ ત્યાં દારૂના ઠેકા ધરાવતા લોકો દ્વારા વધુ કરાતુ હોવાનું હોય છે. તેવી જ રીતે દાહોદની સરહદ વિસ્તારમાં દારૂનો ઠેકો ધરાવતો બાંસવાડાના ઉદેપુરા રોડ ઉપર એસ.પી પેટ્રોલપંપની સામે અને સંકલ્પ હોટેલની પાછળ રહેતો મહેન્દ્ર ઉર્ફે સુરેન્દ્ર ભગવાનદાસ ખત્રી પણ દાહોદ જિલ્લામાં દારૂનો સપ્લાય કરતો હતો. જેથી તેની સામે વર્ષ 2021માં ઝાલોદ, ફતેપુરા અને સુખસર પોલીસ મથકમાં ગુના દાખલ થયેલા હતાં.
ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને એસ.પી બલરામ મીણાએ આવા દારૂ સપ્લાય કરતાં ઠેકાના આરોપીઓ પકડી પાડવા કડક સુચના કરી હતી.જેથી એસઓજી પી.આઇ આર.સી.કાનમિયા સહિતના સ્ટાફ દ્વારા લાંબા સમયથી પોલીસને થાપ આપતાં મહેન્દ્રની વોચ શરૂ કરાઇ હતી. મહેન્દ્ર ઝાલોદ નજીકા ધાવડિયાથી પસાર થવાનો હોવાની ચોક્કસ બાતમીના આધારે એસઓજીએ વોચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો.
મહેન્દ્રની હાલમાં ઝાલોદ પોલીસ મથકમાં વર્ષ 2021માં નોંધાયેલા ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. ફતેપુરા, સુખસર સિવાય હજી કેટલાં પોલીસ મથકમાં તેની સામે ગુના દાખલ થયેલા છે તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.
કયા કર્મીઓએ ઓપરેશન પાર પાડ્યુ
મહેન્દ્રને પકડવા માટે પી.આઇ આર.સી કાનમિયા, પીએસઆઇ જે.બી ધનેશા, એએસઆઇ. નવઘણભાઇ સરતાનભાઇ, હે.કો. જયેશકુમાર શાંતીલાલ, હે.કો. સુનિલકુમાર મથુરભાઇ, પો.કો. જીતેન્દ્રભાઇ સુબાભાઇ, પો.કો. ગણપતભાઇ મીઠલુભાઇ, પો.કો. વિનોદભાઇ રામસિંહ, પો.કો. પ્રદિપભાઇ ભીખુભાઇ , પો.કો. અરવિંદભાઇ પાંગળાભાઇ , પો.કો. રાજેન્દ્રભાઇ મનસુખભાઇ, પો.કો. રાકેશકુમાર વસનાભાઇની ટીમો બનાવી હતી. તેની કાર આવતા સાથે જ ઓળખ કરીને કોર્ડન કરીને તેને ઝડપી પાડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.