હવામાન:પંચમહાલમાં સતત ત્રીજા દિવસે બપોર બાદ વરસાદ વરસ્યો

ગોધરા /દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તા પર પાણી ભરાઇ ગયા હતાં. - Divya Bhaskar
ગોધરામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તા પર પાણી ભરાઇ ગયા હતાં.
  • દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ચાર તાલુકામાં વીજળી ત્રાટકી

ભાદરવાના પ્રારંભે જ પંચમહાલ અને દાહોદ જિલલામાં ભાદરવો ભરપુરનો અહેસાસ થઇ રહ્યો છે. દાહોદ જિલ્લામાં પણ ગાજવીજ સાજે મેઘરાજઅે એન્ટ્રી કરતાં 7 તાલુકામાં 4 સ્થળે વીજળી ત્રાટકતાં 4ના મોત થયા હતાં. વરસાદી માહોલથી લોકોને ઉકળાટથી છૂટકારો મળ્યો હતો. પંચમહાલમાં ભાદરવાના પ્રારંભથી લોકો ભારે ગરમીથી પરેશાન થઇ ગયા હતા. જ્યારે બીજી બાજુ વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતિત બન્યા હતા. ત્યારે ગુરૂવારે દિવસ દરમ્યાન અાકાશ સ્વચ્છ જોવા મળ્યુ હતુ.

પરંતુ બપોરના સમયે અચાનક વરસાદી વાદળોની ફોજ સાથે ભારે પવન, વિજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી હતી. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે શુક્રવારે પુન: સાંજના સમયે ગોધરામાં વિજળીના ચમકારા અને કડાકા સાથે અેક કલાકમાં 1 ઇચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ગોધરા શહેર સાથે તાલુકાના વાવડી, વેગનપુર અંબાલી સહીતના ગ્રામ્ય વિસ્તારમાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસતાં ખેડુતોમાં ખુશી જોવા મળી હતી. શનિવારે સવારથી અાકાશ સ્વચ્છ જોવા મળ્યુ હતુ. પરંતુ બે દિવસ વરસેલા વરસાદી ઝાપટાને કારણે લોકો બફારાથી પરેશાન થઇ ગયા હતા. ત્યારે બે દિવસની જેમ ત્રીજા દિવસે પણ બપોરના સમયે અચાનક અાકાશમાં વરસાદી વાદળોની ફોજ અાવી ચઢી હતી. અને વિજળીના ચમકારા અને ગડગડાટ સાથે વરસાદ વરસ્યો હતો. અામ સતત ત્રીજા દિવસે બપોરના સમયે વરસાદની હાજરીથી ઠંકડ પ્રસરી હતી.

પંચમહાલ જિલ્લામાં 3 દિવસ વરસેલાં વરસાદના અાંકડા મિમીમાં

તાલુકો8 સપ્ટે.9 સપ્ટે.10 સપ્ટે.
ગોધરા5252
હાલોલ220
કાલોલ1340
ઘોઘંબા020
જાંબુધોડા200
મોરવા(હ)4232
શહેરા2111
----

દાહોદ જિલ્લામાં વરસાદના આંકડા

ગરબાડા6મીમી
દાહોદ

04મીમી

ઝાલોદ

05મીમી

બારિયા

04મીમી

ફતેપુરા

20મીમી

લીમખેડા

06મીમી

સંજેલી

07મીમી

સિંગવડ

40મીમી

ધાનપુર0

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...