હુમલો:પંચેલામાં છકડામાંથી પેસેન્જરો ઉતારી દેવા કહેતાં લોખંડની પાઇપથી હુમલો

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાતિ અપમાનિત કરી છકડા ચાલકને હુમલાખોરના બે પુત્રોએ પણ માર્યો

દેવગઢ બારિયાના પંચેલામાં છકડામા બેસાડેલા પેસેન્જરોને ઉતારી દેતાં કહેવા જતાં જાતિ અપમાનિત શબ્દો બોલી લોખંડની પાઇપ હુમલો કરી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ત્રણ સામે એટ્રોસીટીનો ગુનો દાખલ કરાવ્યો હતો.

પંચેલા ગામના મનુભાઇ ભાણાભાઇ વણકર તા.17મીના રોજ બપોરના 12 વાગ્યા અરસામાં પીપલોદ ગામે પોતાના થ્રી વ્હીલર છકડામાં પેસેન્જરો બેસાડતાં હતા. તે દરમિયાન સાલીયા ગામનો રમેશભાઇ નંદુભાઇ વણઝારા તેનો છકરોડ રીક્ષા લઇ આવી મનુભાઇના છકડામાં બેસાડેલા પેસેન્જરો ઉતારી દેતાં તેને કહેવા જતાં બિભત્સ ગાળો બોલી મનુભાઇને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. આ દરમિયાન રમેશભાઇના બે પુત્રો સંજય તથા ભયલુ દોડી આવી તેઓએ પણ બિભત્સ ગાળો બોલી મનુભાઇને મારવા લાગ્યા હતા. તેમજ રમેશભાઇએ લોખંડની પાઇપ મારી જમણા ઢીંચણની પાછળ તથા પગના અંગુઠાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. તેમજ સાડા ઢેડા ફરીથી અહી આવતો નહિ તેમ કહી જાતિ અપમાનિત શબ્દો બોલી અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે મનુભાઇ ભાણાભાઇ વણકરે હુમલાખોર ત્રણ સામે આપેલી ફરિયાદના આધારે પીપલોદ પોલીસે એટ્રોસીટીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...