ધરપકડ:દાહોદ ખાતે IPLનો સટ્ટા બેટિંગનો જુગાર ઝડપાયો, 1ની ધરપકડ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાધે રેસિડેન્સીમાં મકાનમાં સટ્ટો રમાતો હતો
  • મોબાઇલ, LED તથા રોકડ મળી કુલ 27,500 રૂ.નો મુદ્દામાલ જપ્ત કરાયો

દાહોદમાં આઈ.પી.એલની રમાતી ક્રિકેટ મેચ પર પણ કેટલેક ઠેકાણે સટ્ટો રમાતો હોવાની ચર્ચાઓ વચ્ચે દાહોદ શહેર પોલીસે ગતરાતે રાધે રેસીડેન્સીના એક રહેણાંક મકાનમાં આઈ.પી.એલની લાઈવ ક્રિકેટ પર ચાલતા સટ્ટા બેટીંગના હાર જીતના જુગાર પર ઓચિંતો છાપો મારી રોકડ તથા જુગાર રમવાના સાથનો મળી 27,500 રૂપિયાના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.

હાલમાં આઈ.પી.એલ.ની ક્રિકેટની મેચ ચાલી રહી છે. તે પૈકી ગઈકાલે કોલકત્તા નાઈટ રાઈડર્સ તથા હૈદરાબાદની ટ્વેન્ટી ટવેન્ટી લાઈવ ક્રિકેટ રમાતી હતી. તે મેચ પર દાહોદના રાધે રેસીડેન્સીમાં રહેતા ચિરાગભાઈ પ્રકાશભાઈ ચૌહાણ તથા બાંડીબારના ઈશુ નામનો વ્યક્તિ બંને જણા રાધે રેસીડેન્સીમાં લાઈવ ક્રિકેટ મેચ પર ક્રિકેટ સટ્ટા બેટીંગનો હારજીતનો જુગાર મોબાઈલ ફોન તથા ટીવી પર જોઈને રમાડતાં હતા. તે દરમિયાન દાહોદ શહેર પોલીસે ઓચિંતો છાપો મારી સ્થળ પરથી ચિરાગભાઈ પ્રકાશભાઈ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. જ્યારે ઈશુભાઈ નામનો ઈસમ નાસી ગયો હતો.

પોલીસ દ્વારા સ્થળ પરથી રૂા.10,000નો મોબાઇલ, એક પાટીયું, ગ્રાહકોના નામ તથા હિસાબ લખેલ કાગળ, એક પેન, રૂા 15000ની એલ.ઈ.ડી. ટીવી તથા રૂા. 2500 ની રોકડ મળી કુલ 27,500 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા ચિરાગભાઈ ચૌહાણ તથા ઈસુ નામની વ્યક્તિ વિરુદ્ધ જુગારનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...