તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલોદમાં સત્તાના મોહમાં રક્તરંજિત રાજનીતિ:માનીતી વ્યક્તિને પ્રમુખ બનાવવાનું અમિતનું સપનું રોળાતાં નિર્દોષ હિરેન પટેલની હત્યા!

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હિરેન પટેલ - Divya Bhaskar
હિરેન પટેલ
 • અમિતે ખાસ પન્ટર ઇમરાન ઉર્ફે ઇમુ ડાંડ સાથે મળીને આ ગુનાઇત કાવતરું રચ્યું હતું
 • ઇમરાન હરિયાણાથી પકડાયો હવે મુખ્ય સૂત્રધાર અમિત કટારાની થઇ રહેલી તલાશ
 • હિરેનભાઇની કઇ બાબત ડખી તે અમિત પકડાયા બાદ જ સામે આવી શકે તેમ છે

ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલની 27 સપ્ટેમ્બરના રોજ જીપ વડે ટક્કર મારીને હત્યા કરી દેવાઇ હતી. હત્યા રાજકીય કારણોસર જ કરાઇ હોવાનો ઘટસ્ફોટ અમદાવાદ એટીએસ દ્વારા હત્યાના બરોબર ત્રણ માસ બાદ સોમવારે કરાયો હતો. આ કાવતરામાં સંડોવાયેલા અને હત્યા માટે સોપારી આપનારા ઝાલોદના જ ઇમરાન ઉર્ફે ઇમુ ડાંડને એટીએસ દ્વારા હરિયાણાના મેવાત જિલ્લાથી પકડ્યા બાદ દાહોદના પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અને હાલના કોંગી ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઇ અમિત હત્યાનો મુખ્ય સૂત્રધાર હોવાનું એટીએસે જાહેર કરતાં ખળભળાટ મચી ગયો હતો. ઝાલોદ પાલિકાની બીજી ટર્મની પ્રમુખ પદની ચૂંટણીમાં કોંગી સભ્યને કોંગ્રેસનું મેન્ડેટ મળ્યું હતંુ. જોકે તેમને પ્રમુખ બનાવવામાં ભાજપના આઠ અને અપક્ષના 4 સભ્યે પણ ટેકો આપ્યો હતો.

આ સમગ્ર ઘટનાક્રમમાં હિરેન પટેલની મહત્વની ભૂમિકા હતી. ત્યારે માનીતી વ્યક્તિને પ્રમુખ બનાવવાનું સપનંુ રોળાતાં અમિતે રાજકીય કિન્નાખોરી રાખીને ગોધરા કાંડમાં સજા પામનાર અને જેલ ફરારી ઇરફાન પાડાને હત્યા માટે સોપારી આપી હોઇ શકે છે. હત્યાને અકસ્માતમાં ખપાવવાનું કાવતરું રચીનેે જીપની ટક્કર મારીને હિરેનભાઇનો જીવ લેવાયો હતો. આ કેસમાં એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, દાહોદ, પંચમહાલ, મહિસાગર એલસીબી સહિતની ટીમોની મહેનતે છ ઝડપાયા બાદ ઇમરાન ફરાર હોવાથી તપાસ અટકી હતી. જોકે, હવે ઇમરાન પકડાયા બાદ અમિતનું નામ સામે આવતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. આમ હત્યાના કારણમાં પાલિકા પ્રમુખની ચૂંટણી અદાવત હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે, અમિતની ધરપકડ બાદ જ વધુ જાણકારી મળેે તેમ છે.

મારા પપ્પાના હત્યારાઓને ફાંસી થવી જોઇએ : પંથ પટેલ
હિરેન પટેલની ત્રિમાસિક તિથિએ દાહોદ પોલીસ તેમજ એટીએસ દ્વારા હત્યાકાંડનો ભેદ ઉકેલી સાતમા આરોપી ઇમરાન ઉર્ફે ઇમુ ગુડાલા હરિયાણાથી ઝડપી પડતા ઝાલોદ નગરમાં પોલીસ કામગીરીને પરિવાર તેમજ લોકોએ વધાવી લીધી હતી. સ્વ.હિરેનભાઇના પુત્ર પંથ પટેલે જણાવ્યંુ હતું કે, મારા પિતાની હત્યા રાજકિય અદાવતે કરાઇ હતી. હજી નાના માથા આવ્યા છે, મોટા માથા હજી આવવાના બાકી છે.રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઘરે આવ્યા ત્યારે તેમણે ઘટનાના મૂળ સુધી પહોંચી હત્યામાં શામેલ કોઇને પણ નહીં છોડાય તેવી ખાત્રી આપી હતી અને અમને ન્યાય અપાવવાનું જણાવ્યું હતું. પપ્પાની હત્યામાં શામેલ લોકોને ફાંસીની સજા થાય તેવી પંથ પટેલે માગણી કરી હતી.

સતત સત્તા મળતાં પરિવાર રાજકીય રીતે મજબૂત માનવામાં આવે છે
એક સમયના સરકારી કર્મચારી બાબુભાઇ કટારા 1997માં ભાજપમાં સક્રિય થયા હતાં. બાદ તેઓ 1999 અને 2004 એમ બે ટર્મ દાહોદ લોકસભામાં ભાજપાના સાંસદ રહી ચુક્યા છે. આશરે 10 વર્ષ ઝાલોદ APMCના ચેરમેન પણ રહ્યા છે. તેમના મોટા પુત્ર ભાવેશ ભાજપામાં વિવિધ હોદ્દા સાથે તા.પં. સભ્ય અને જિ.પં.માં ભાજપના સભ્ય તરીકે રહી ચૂક્યા છે. ટિકિટ મુદ્દે મનદુખ થતાં 2017માં તે ભાજપથી છેડો ફાડી કોંગ્રેસના બેનર ઉપર ઝાલોદના ધારાસભ્ય બન્યા હતાં. અમિત કટારાએ ક્યારેય રાજકારણમાં ઝંપલાવ્યુ નથી પરંતુ પત્ની કિંજલબેનના પાલિકાના રાજકારણમાં ઉતરતાં 2018માં બિનહરીફ પ્રમુખ બન્યા હતાં.

અમિત કટારા
અમિત કટારા

મોડી રાત્રે ATS ઇમરાનને લઇ દાહોદ રવાના
ATSએ હરિયાણાથી ઇમરાનને ડીટેઇન કર્યા બાદ પૂછપરછમાં મુખ્ય આરોપી તરીકે અમિત કટારાનું નામ આવ્યંુ છે. જોકે, આની તપાસ દાહોદ પોલીસ પાસે હોવાથી તેના દ્વારા આગળની પૂછપરછ કરાશે. દાહોદ પોલીસને સોંપવા ATS ઇમરાનને લઇને મોડી રાત્રે અમદાવાદથી રવાના થયાનું જાણવા મળ્યંુ છે.

ઇમરાન
ઇમરાન

ઇમરાન APMCમાં ડિરેક્ટર પણ હતો
રાજકીય મંધાતાઓનો ખાસ બની બેઠેલો ઇમરાન ગુડાલા વર્ષ 16-17માં એપીએમસીની ચૂંટણી પણ લડ્યો હતો અને ડિરેક્ટર પણ બન્યો હતો. પોલીસને વિવિધ બાતમી આપવા સાથે કેટલાંક વ્યવહારો પણ પતાવી આપતો હોવાથી તેનો પોલીસ વિભાગ સાથે પણ ઘરોબો હોવાની ચર્ચા હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો