તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કુંડામાં રેંકડો પલટી ખાતાં અંદર સવાર એકને ઇજા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેંકડો ચાલક વાહન લઇ ભાગી ગયો

કુંડા ગામે રંગલી ઘાટીમાં રેંકડો પલ્ટી ખાતા અંદર સવાર એકને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પલટી ખવડાવ્યા બાદ રેંકડો ચાલક વાહન લઇને ભાગી ગયો હતો. કુંડા ગામના તેરસીંગભાઇ ડામોર તથા તેમનો ભત્રીજા વિપુલ એમ બન્ને જણા હીરોલાથી જીજે-35-યુ-0634 નંબરના રેંકડામાં બેસીને ઘરે આવતા હતા.

તે દરમિયાન પુરઝડપે હંકારતાં રંગલી ઘાટીમાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં રેકડો પલટી ખાઇ ગયો હતો. જેમાં રેંકડામાં સવાર તેરસીંગને માથા તેમજ શરીરે ઇજાઓ થઇ હતી. રેંકડો પલ્ટી ખવડાવી ચાલક કુંડાનો વિજયભાઇ ડામોર વાહન લઇને ભાગી ગયો હતો.

ઇજાગ્રસ્ત તેરસીંગને ઝાલોદ સરકારી દવાખાને લઇ જવાયા હતા અને પ્રાથમિક સારવાર બાદ રીફર કરતા દાહોદના સરકારી દવાખાને લવાયા હતા. જ્યાં તેરસીંગભાઇનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે મૃતકના પુત્ર બીપીનભાઇ ડામોરે સંજેલી પોલીસ મથકે રેંકડા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...