વિવાદ:સાલીયામાં તૂટેલો વાયર રીપેર નહીં કરતાં દાતરડું મારતાં ઇજા

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા-ભાઇને ધમકી : તોયણી ગામ પિતા-બે પુત્ર સામે ગુનો

સાલીયા ગામે નીલગીરીનું ઝાડ પડતાં ઇલેક્ટ્રીક લાઇનનો વાયર તુટી જતાં રીપેર નહી કરી આપતાં એક વ્યક્તિ ઉપર દાતરડાથી હુમલો કરતાં હાથની આંગળીએ ઇજા થઇ હતી. જ્યારે વચ્ચે છોડાવવા પડેલ માતા તથા ભાઇને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સાલીયા ગામના મહેશભાઇ બળવંતભાઇ પટેલ ચાલતા ચાલતા ઘરે જતો હતો.

ત્યારે તોયણી ગામના સુરેશભાઇ જેસીંગભાઇ પટેલ, હિતેશભાઇ સુરેશભાઇ પટેલ અને મનિષભાઇ સુરેશભાઇ પટેલ ત્રણેય પિતા-પુત્રો ટાવેરા ગાડી લઇને મહેશભાઇ પાસે આવી ગાળો બોલી કહેવા લાગેલ કે તારા ખેતરમાંથી અમારા ઘરે આવતી લાઇટની લાઇન નીલગીરી પડતાં તુટી ગયેલ છે તે રીપેર કેમ કરી કરી નહી આપી અને અમે રીપેર કરાવા આ‌્યા ત્યારે કેમ વધારે બોલતો હતો કહી મારી નાખવાની ધમકી આપી સુરેશ જેસીંગ પટેલે તેના હાથામનુ દાતરડુ જમણા હાથના પંજાના ભાગે મારતાં આંગડીએ ઇજા થઇ હતી.

તેમજ હિતેશ અને મનિષે લોખંડની એન્ગલથી માર મારતાં બુમાબુમ કરતાં ઘર નજીકથી મહેશભાઇની માતા રેવાબેન અને નાનો ભાઇ મુકેશ દોડી આવી છોડાવવા પડતા તેમને પણ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઇજાગ્રસ્ત મહેશભાઇ પટેલને પીપલોદ સરકારી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે તોયણી ગામના હુમલાખોર પિતા-પુત્રો સામે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...