જીવલેણ અકસ્માત:​​​​​​​ગરબાડાના ભરસડામાં બાઈકે બાઇકને ટક્કર મારી, ફંગોળાઈને નીચે પડેલી ઈજાગ્રસ્ત મહિલાનું મોત

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક બાઈક ચાલક પણ ઈજાગ્રસ્ત, ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ

ગરબાડા તાલુકાના ભરસડા ગામે એક મોટરસાઈકલના ચાલકે આગળ જતી અન્ય એક મોટરસાઈકલને પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. મોટરસાઈકલ પાછળ બેઠેલાં એક મહિલા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું.

ગરબાડા ગામે નવા ફળિયામાં રહેતાં મનોજકુમાર ઉદેસીંગભાઈ રાઠોડ અને તેમની સાથે કાળીબેન એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ ભરસડા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે પાછળથી આવતી અન્ય એક મોટરસાઈકલના ચાલકે પોતાની મોટરસાઈકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મનોજકુમારની મોટરસાઈકલને પાછળથી જોશભેર ટક્કર મારી હતી. જેથી મનોજભાઈ અને મોટરસાઈકલ પાછળ બેઠેલાં કાળીબેન બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં. જેને પગલે બંન્નેને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવતાં સારવાર દરમિયાન કાળીબેનનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે ઈજાગ્રસ્ત મનોજકુમાર ઉદેસીંગભાઈ રાઠોડે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...