તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ચિત્રોડીયામાં રોડ પર પશુના લીધે બાઇક પરથી પટકાતાં એકને ઇજા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પુત્ર પિતાને નોકરી પર મુકવા જતાં અકસ્માત નડ્યો
  • બ્રેક મારતાં બાઇક પરથી પટકાયેલા પિતાના હાથ પગ ભાંગ્યા

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અલીફનગર કસ્બા વિસ્તારમાં રહેતો સજ્જાદ સમીઉલ્લા શેખ ગત તા.29 ડિસેમ્બરના રોજ તેના મિત્રની જીજે-20-એએન-3814 નંબરની મોટર સાયકલ લઇને તેના પિતા સમીઉલ્લા શેખને કાંકણવાડી નોકરીના સ્થળે મુકવા જતો હતો. ત્યારે ચિત્રોડીયા હનુમાન મંદિરની ટેકરી નજીક અચાનક રોડની વચ્ચે ઢોર આવી જતા મોટર સાયકલ ઉપરથી કાબુ ગુમાવી દેતાં અચાનક બ્રેક મારતા બન્ને પિતા પુત્ર મોટર સાયકલ સાથે પડી ગયા હતા.

જેમાં પાછળ બેઠેલા સમીઉલ્લા હબીબુલ્લા શેખ ફેંકાઇ રોડ ઉપર પડી જતાં ડાબો પગ અને જમણો હાથ ભાંગી ગયો હતો. આ દરમિયાન ભેગા થયેલા લોકોએ 108ને જાણ કરી બોલાવી ઇજાગ્રસ્તને ઝાલોદ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રિફર કરતાં દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સંદર્ભે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો