અકસ્માત:બોરડી ઇનામીમાં બાઇક સ્લિપ ખાતાં ચાલક ઘાયલ, માથામાં ઇજા થતાં વડોદરા રિફર કરાયો

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

લીમડાબરા ગામતળ ફળિયામાં રહેતો અંકિતભાઇ રમેશભાઇ લબાના તા.2 મેના રોજ સાંજે પાંચ વાગ્યાના અરસામાં જીજે-20-એપી-1810 નંબરની સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇને દાહોદથી લીમડાબરા ગામે ઘરે આવતી વખતે બોરડી ગામે રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારવાના કારણે મોટર સાયકલ સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં અંકિતને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતાં ભેગા થયેલા લોકોએ 108 દ્વારા દાહોદ ઝાયડસ હોસ્ટિપટલ સારવાર અર્થે ખસેડ્યો હતો. માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાથી અંકિતમને વધુ સારવાર માટે રીફર કરતાં વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ સંદર્ભે અમરસીંગ લબાનાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...