અકસ્માત:ટ્રેક્ટરની અડફેટે બાઇક પર જતા 2 મિત્રો ઘાયલ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આંબલી ગામનો રણજીતકુમાર ભગુભાઇ ગોહીલ તથા તેનો મિત્ર ધવલકુમાર કનુભાઇ નલવાયા બન્ને જણા બાઇક લઇને દાહોદ ગરબાડા ચોકડીથી તેમના ઘરે આંબલી જતા હતા. તે દરમિયાન હોળી આંબા પાસે રસ્તામાં બેન્ચામાંથી લાકડા ભરેલ ટ્રેક્ટર બેફિકરાઇ અને ગફલતભરી રીતે હંકારી નીકળતાં બાઇક સાથે અકસ્માત સર્જાતા ધવલ અને રણજીત બન્ને જણા નીચે પાડી ટ્રેક્ટર લઇ નાસી ગયો હતો.

જેમાં બાઇક ચાલક ધવલભાઇને જમણા પગે ફ્રેક્ચર તેમજ માથામાં અને જમણા ખભે ઇજા થઇ હતી. જ્યારે પાછળ બેસેલા રણજીતકુમારને કપાળના ભાગે આંખની ઉપરના ભાગે અને ડાબા પગની અડીએ ઇજા થઇ હતી. બન્નેને તાત્કાલિક 108 દ્વારા સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સંદર્ભે રણજીતકુમાર ગોહીલે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...