ભાસ્કર વિશેષ:દાહોદમાં મેમુ માટે વધેલું ભાડું જ લેવાયું, અન્ય ટ્રેનો માટે રિઝર્વેશન કરાવવું પડ્યું

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ ટ્રેન સામાન્ય કરવાની ઘોષણા કરી પણ સ્થાનિક કક્ષાએ આદેશ ન આપ્યો
  • મુસાફરોને વડોદરા માટેના 65 રૂપિયા જ આપવા પડ્યા

રતલામ રેલવે મંડળમાંથી પસાર થતી 106 મુસાફર ટ્રેનો 15 નવેમ્બરથી સામાન્ય નંબર અને ભાડાથી પુન: દોડાવવાની જાહેરાત રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. રતલામ રેલવે મંડળમાં આવતાં દાહોદ શહેરમાંથી પણ એક્સપ્રેસ અને લોકલ મળીને 35થી વધુ ટ્રેનો અપ-ડાઉનમાં પસાર થાય છે. જોકે, જાહેરાત બાદ દાહોદમાં સબંધિત અધિકારીઓને આ અંગેનો કોઇ આદેશ આપ્યા ન હતાં.

તેના કારણે વડોદરા અને ભોપાલ જતી મેમુમાં લોકોને વધારાનું ભાડુ જ ચુકવવું પડ્યું હતું. આ સાથે મેમુ સિવાયની ટ્રેનોમાં મુસાફરી કરવા માટે ફરજિયાત રિઝર્વેશન કરાવવુ પડ્યું હતું. આ મામલે કેટલાંક મુસાફરો દ્વારા દલીલ પણ કરવામાં આવી હતી પરંતુ સબંધિત કર્મચારીઓએ આ પ્રકારનો હાલમાં કોઇ આદેશ જ આવ્યો ન હોવાનું જણાવ્યુ હતું. તેના કારણે દાહોદ શહેરના રેલવે સ્ટેશને રિઝર્વેશન વિન્ડો ઉપર પણ ભીડ જોવા મળી હતી.

લાંબા રૂટની ટ્રેનના સેકન્ડ ક્લાસમાં રિઝર્વેશનનો આદેશ
તમામ ટ્રેનો જૂના નંબર અને જૂના ભાડાથી ચલાવવા અંગેનો કોઇ આદેશ દાહોદમાં રેલવે બોર્ડ તરફથી મળ્યો ન હતો. જોકે, અન્ય એક આદેશ અનુસાર લાંબી દૂરીની મેલ એક્સપ્રેસ ટ્રેનોના સેકન્ડ ક્લાસને રિઝર્વડ ગણવાનું કહેવાયું છે. કઇ ટ્રેનને લાંબી દૂરીની ગણવી તે અંગેની મૂંઝવણમાં અધિકારીઓ જોવા મળી રહ્યા છે. દાહોદમાંથી પસાર થતી 35માંથી મહત્તમ ટ્રેનો લાંબી દૂરીની જ છે.

અન્ય સમાચારો પણ છે...