દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ એક સગીરા અને એક પરિણીતાની છેડતીના બનાવ બન્યા હતા. જેના પગલે કતવારા પોસીલ સ્ટેશન અને રણધીકપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પામી છે.
છેડતીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ટીમરડા ગામે બનવા પામ્યો હતો. જેમાં દાહોદ તાલુકામાં રહેતો સુરેશભાઈ કશનાભાઈ બબેરીયાએ દાહોદ તાલુકામાં રહેતી એક 13 વર્ષીય સગીરા જે સમયે કુદરતી હાજતે જતી હતી. તે સમયે તેને રસ્તામાં રોકી પકડી પાડી સગીરાની છેડતી કરતાં આ સંબંધે સગીરાની બહેન દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે છેડતીનો બીજો બનાવ સીંગવડ ગામે બનવા પામ્યો હતો. જેમાં સીંગવડ તાલુકામાં રહેતી એક લઘુમતિ કોમની પરિણીતા તથા તેની સાથે અન્ય એક મહિલા મળી બંન્ને જણા સીંગવડ નગરમાંથી પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે ત્યાં સીંગવડ ગામે રહેતો ફીરોજભાઈ ઉર્ફે પીન્ટુભાઈ સત્તારભાઈ ઘાંચી ત્યાં આવ્યો હતો. તેણે પરણિતાને રોકી તેણીનો હાથ પકડી લીધો હતો અને આ દરમ્યાન પરણિતા તથા તેમની સાથેની મહિલાએ બુમાબુમ કરી હતી.
જેથી તે સમયે ફીરોજ ઉર્ફે પીન્ટુનું ઉપરાણું લઈ આવી પહોંચેલા મોઈન રજાક ઘાંચી, તૈયબ રજાક ઘાંચી, વસીમ રજાક ઘાંચી, ઈસ્માઈલ રજાક ઘાંચી (રહે. સીંગવડ, તા.સીંગવડ, જિ.દાહોદ) અને ઈમ્તીયાઝ યુસુફ ઘાંચી (રહે. દેવગઢ બારીઆ, રહીમાબાદ કોલોની, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ)એ પરિણીતા અને તેમની સાથે અન્ય એક મહિલાને મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ સંબંધે છેડતીનો ભોગ બનેલી પરણિતાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ રોમિયોનો વધતો જતો ત્રાસ
દાહોદ જિલ્લામાં બે જુદા જુદા સ્થળે સગીરા અને પરિણીતાની છેડતીના બનાવો, પોલીસ ફરિયાદ નોંધાઇ
રસ્તામાં રોકી સગીરાની છેડછાડ, સીંગવડમાં પરિણીતાએ બુમાબુમ કરતાં મારી નાખવાની ધમકી
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ એક સગીરા અને એક પરિણીતાની છેડતીના બનાવ બન્યા હતા. જેના પગલે કતવારા પોસીલ સ્ટેશન અને રણધીકપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પામી છે.
છેડતીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ટીમરડા ગામે બનવા પામ્યો હતો. જેમાં દાહોદ તાલુકામાં રહેતો સુરેશભાઈ કશનાભાઈ બબેરીયાએ દાહોદ તાલુકામાં રહેતી એક 13 વર્ષીય સગીરા જે સમયે કુદરતી હાજતે જતી હતી. તે સમયે તેને રસ્તામાં રોકી પકડી પાડી સગીરાની છેડતી કરતાં આ સંબંધે સગીરાની બહેન દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે છેડતીનો બીજો બનાવ સીંગવડ ગામે બનવા પામ્યો હતો. જેમાં સીંગવડ તાલુકામાં રહેતી એક લઘુમતિ કોમની પરિણીતા તથા તેની સાથે અન્ય એક મહિલા મળી બંન્ને જણા સીંગવડ નગરમાંથી પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે ત્યાં સીંગવડ ગામે રહેતો ફીરોજભાઈ ઉર્ફે પીન્ટુભાઈ સત્તારભાઈ ઘાંચી ત્યાં આવ્યો હતો. તેણે પરણિતાને રોકી તેણીનો હાથ પકડી લીધો હતો અને આ દરમ્યાન પરણિતા તથા તેમની સાથેની મહિલાએ બુમાબુમ કરી હતી.
જેથી તે સમયે ફીરોજ ઉર્ફે પીન્ટુનું ઉપરાણું લઈ આવી પહોંચેલા મોઈન રજાક ઘાંચી, તૈયબ રજાક ઘાંચી, વસીમ રજાક ઘાંચી, ઈસ્માઈલ રજાક ઘાંચી (રહે. સીંગવડ, તા.સીંગવડ, જિ.દાહોદ) અને ઈમ્તીયાઝ યુસુફ ઘાંચી (રહે. દેવગઢ બારીઆ, રહીમાબાદ કોલોની, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ)એ પરિણીતા અને તેમની સાથે અન્ય એક મહિલાને મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ સંબંધે છેડતીનો ભોગ બનેલી પરણિતાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.