મુક્તિ:​​​​​​​દાહોદના બોરડી ઈનામીમા 3 વર્ષથી ઝુપડામા કેદ કરી રાખેલી મંદબુદ્ધિની મહિલાને મૂક્ત કરાવાઈ

દાહોદ2 મહિનો પહેલા
  • સખી વન સ્ટોપ, સુરભી ગૌશાળા અને પોલીસનુ સંયુક્ત ઓપરેશન
  • યુવતીને નગ્નાવસ્થામાં સાંકળ સાથે બાંધેલી જોઇ કર્મી ચોંકી ઉઠ્યા
  • સાંકળ કાપવા કટર લાવીને યુવતીને મુક્ત કરવામાં આવી
  • ​​​​​​​ પિતા નિવૃત્ત રેલવે કર્મી છે અને ભાઇ BSFમાં ફરજ બજાવે છે

દાહોદ તાલુકાના બોરડી ઈનામી ગામે છેલ્લા ત્રણ વર્ષથી એક 30 વર્ષીય મંદબુદ્ધિ યુવતીને બાંધી રાખી હતી. આ અંગેની જાણ સખી વન સ્ટોપ, સુરભી સેવા અને અભિષેક ગૌશાળાએ સ્થાનીક પોલીસને સાથે રાખી યુવતીનું રેશ્ક્યું કરી મહિલા આશ્રમ ખાતે માકેલી આપવામાં આવી છે. જ્યારે દાહોદ શહેરમાંથી પણ એક આવી જ મંદબુદ્ધિની મહિલાને પણ આ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.

દાહોદ તાલુકાના બોરડી ઈનામી ગામે એક 30 વર્ષીય મંદબુદ્ધિની મહિલાને છેલ્લા 3 વર્ષથી ખેતરના એક ઢાળીયામાં સાંકળ વડે બાંધી રાખવામાં આવી હતી. આ અંગેની જાણ સખી વન સ્ટોપ, સુરભી સેવા અને અભિષેક ગૌશાળાને થતાં તેઓ કતવારા પોલીસને સાથે રાખી સ્થળ પર પહોંચ્યાં હતાં અને જ્યાં મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું.

મહિલા નગ્ન હાલતમાં હોવાથી તેને નવા કપડા પહેરાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેને પાણી પણ પીવડાવ્યું હતું અને તેને સમજાવી ટીમ દ્વારા મહિલા આશ્રમ ખાતે લઈ જવામાં આવી હતી.

બીજી તરફ દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવીજ એક મંદબુદ્ધિની મહિલા દાહોદ શહેર અને ખાસ કરીને ગોદી રોડ વિસ્તારમાં ફરતી હોવાનું ટીમને જાણવા મળતાં ટીમ કતવારાથી સીધી દાહોદ આવી પહોંચી હતી અને ગોદીરોડ ખાતેથી પણ એક મંદબુદ્ધિની મહિલાનું રેસક્યું કરી તેને પણ મહિલા આશ્રમ ખાતે મોકલી દેવામાં આવી હતી.

અમીષાને લઇ જતાં 3 વર્ષ સાથ નિભાવનાર 4 શ્વાન રડવા લાગ્યા
રેસ્ક્યુ માટે ગયેલા કર્મચારીઓએ જણાવ્યુ હતું કે, અમીષાને મુક્ત કરાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ત્યાં ચાર શ્વાન ટોળા વચ્ચે ધસી આવ્યા હતાં અને પુછડી પટપટાવવા લાગ્યા હતાં. તેને સાથે લઇ જતાં ચારેય શ્વાન રડવા લાગ્યા હતાં. બારેમાસ દયનિય હાલતમાં ઓરડીમાં બાંધેલી અવસ્થામાં પડી રહેતી અમીષાથી શ્વાનોને પણ લાગણી થઇ ગઇ હોવાનું કહેવામાં અતિશયોક્તિ નહીં થાય.

એક જ સ્થિતિમાં પડી રહેતાં યુવતી સરખી રીતે બેસી શકતી નહતી
છેલ્લા ત્રણ વર્ષથી સાંકળ સાથે બાંધીને રાખેલી અમીષા એક જ સ્થિતિમાં પડી રહી હોવાથી હાલમાં તે સરખી રીતે બેસવાની સ્થિતિમાં રહી ન હોવાનું જોવા મળ્યુ હતું. ખુરશી ઉપર બેસાડતાં તે દુખ અનુભવી રહી હતી. સરકારી જીપમાં પણ પાછળ ભાગે તેને સુવડાવીને દાહોદ લાવવામાં આવી હતી.

આ રીતે યુવતીને મુક્ત કરાઇ
​​​​​​​સખી વન સ્ટોપ સેન્ટરના પ્રચાર-પ્રસાર દરમિયાન કાર્યકરોએ આ બાબત જાણવા મળી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના દાહોદના કેન્દ્ર સંચાલક સંધ્યાબેન ડિંડોરે મહિલા અને બાળ વિકાસ અધિકારી રોહન ચૌધરી સાથે આ બાબતની ચર્ચા બાદ કલેક્ટર હર્ષિત ગોસાવીને આ અંગે વાકેફ કરાતાં તેમણે રેસ્ક્યુની મંજુરી આપી હતી. કતવારા પીએસઆઇ જીગ્નેશ ધનેશાએ પ્રોટેક્શન પુરૂ પાડ્યુ હતું. જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ અશોક જૈન અને સુરભી સેવા ટ્રસ્ટના પ્રિતેશભાઇ અગ્રવાલ, સખી વન સ્ટોપ કેન્દ્રના કેસ વર્કર અંકીતાબેન પલાસ, નવલસિંહ અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ષાબેને મળીને રેસ્ક્યુ કરી અમીષાને મુક્ત કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...