વિકાસ ક્યાં:રેલ બજેટમાં અપૂરતી ફાળવણીથી દાહોદમાં 8 કામો અટવાશે

દાહોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માત્ર દાહોદ-ઇન્દોર રેલ પરિયોજનાને જ સૌથી વધુ ફાળવાયાં, વર્ષોથી હાથ ઉપર કામો લેવાયાં પણ ફંડ વિના હજી અપૂર્ણ
  • 3થી 6 કરોડની નવી વસ્તુઓની જરૂરિયાત સામે રૂ 1-1 કરોડ ફાળવાયા, કાલીડેમમાં જળ સંવર્ધન માટે બમણી રકમ ખર્ચાઇ છતાં કામ હજુ અધૂરંુ

દાહોદ શહેરમાંથી દિલ્હી મુંબઇ રેલવેની મેઇન લાઇન પસાર થાય છે. આ સાથે અહીં વર્ષ 1925થી રેલવે કારખાનું કાર્યરત છે. અહીં રેલવે કારખાના સાથે રેલવેની જ અંદાજિત 1600 એકર જેટલી જમીન છે. કારખાનું પણ અહીં અંગ્રેજોના જમાનાથી ચાલી રહ્યુ છે. જેથી વેર્સ્ટન રેલવેમાં દાહોદનું નામ જાણીતું છે. ત્યારે અહીં રેલવે દ્વારા કારખાના સહિત વિવિધ બાબતોનો વિકાસ તો કરાઇ રહ્યો છે પરંતુ તેની ગતિ ધીમી જોવા મળી રહી છે. આની પાછળનું કારણ ઓછા રૂપિયાની ફાળવણી હોવાનું જોવા મળી રહ્યું છે.

થોડા દિવસો પહેલાં રેલવેનું બજેટ જાહેર થયું હતું. ત્યારે દાહોદ-ઇન્દૌર રેલ પરિયોજનાને બાદ કરતાં દાહોદ શહેર-જિલ્લામાં રેલવે કારખાના સહિતના 9 કામો માટે રૂપિયાની ફળ‌વણી કરાઇ છે પરંતુ તે પુરતી જોવાતી નથી. ફંડ ઓછુ આપવાના કારણે કામો પૂર્ણ કરવામાં વિલંબ થતાં તેની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. દાહોદ શહેર જિલ્લામાં રેલવે બજેટમાં નવ કામો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જોકે, તે વર્ષોથી નિયત કરવામાં આવ્યા છે, તેની પાછળ ફંડ પણ વપરાયંુ છે પરંતુ દર વખતે બજેટમાં ઓછા રૂપિયા ફાળવવામાં આવતાં તે કામ પૂર્ણ થતાં નથી.

દાહોદ-ઇન્દોર રેલ પરિયોજના તેનું આંખે દીઠંુ ઉદાહરણ છે. આ વખતે તેના માટે સૌથી વધુ 265 કરોડ ફળ‌વાયા છે. જોકે, તે સિવાયના કારખાનાના વિકાસ, સિગ્નલ બદલવાનું કામ વર્ષોથી હાથ ઉપર લેવાયેલું છે પણ ફંડના અભાવે તે પૂર્ણ થઇ શકતુ નથી.

વિવિધ યોજનાઓ દીઠ ફાળવવામાં આવેલી રકમ

કામકુલ કિંમતવપરાયેલ રકમ21-22માં ફંડ22-23માં ફંડ
દાહોદ-ઇન્દોર રેલ પરિયોજનારૂ1441 કરોડરૂ671 કરોડરૂ170 કરોડરૂ265 કરોડ
દાહોદ-ધામરડા પુલ રિગર્ડરિંગરૂ4.22 કરોડરૂ3.62 કરોડરૂ1 કરોડરૂ2 કરોડ
દાહોદ-ધામરડા વચ્ચે સિગ્નલ બદલવારૂ6.47 કરોડરૂ4.46 કરોડરૂ1 કરોડરૂ1 કરોડ
દર માસે 150 વૈગન POHરૂ22.40 કરોડરૂ9.25 કરોડરૂ5.55 કરોડરૂ7 કરોડ
રેલવે ક્વાર્ટરરૂ4.32 કરોડરૂ4.62 કરોડરૂ00રૂ1 કરોડ
હોરિઝોન્ટલ બોરિંગ મીલિંગ મશીન ખરીદીરૂ6.69 કરોડરૂ00રૂ00રૂ1 કરોડ
ટ્રાન્ફર કાર અને સ્ટ્રોકર ક્રેઇન ખરીદીરૂ3.08 કરોડરૂ00રૂ00રૂ1 કરોડ
એન્જિન માટે MTR સુવિધા વિકાસરૂ18.24 કરોડરૂ12.35 કરોડરૂ4.55 કરોડરૂ2.20 કરોડ
કાલીડેમ જળાશય સંવર્ધનરૂ28.69 કરોડરૂ4.27 કરોડરૂ00રૂ1 કરોડ
અન્ય સમાચારો પણ છે...