તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:લખણામાં છોકરીને ભગાડ્યાની અદાવતે જાનથી મારવાની ધમકી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઢાળીમાં તાટપત્રી નીચે મૂકી રાખેલા 30000 પણ લૂંટી ગયા
  • છોડાવવા પડેલ પુત્ર-પુત્રીને પણ માર માર્યો : 3 ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ

લખણામાં છોકરી ભગાવી ગયાની અદાવતમાં છોકરાના ઘરે જઇ ઘરના લોકોને મારી નાખવાની ધમકી આપી તેના પિતા, બહેન અને ભાઇ સાથે મારામારી કરી ઘર આગળના બનાવેલા ઢાળીયાને ઢાંકેલી તાટપત્રી ખેચીના પાડી તેના નીચે મુકી રાખેલા 30000 લૂંટી લઇ નાસી ગયા હતા. લખણા ગામના રતનસિંહ માનસિંહ નાયક કાકાની છોકરીનું લગ્ન કાસટીયા ગામે કર્યુ હતું. જેને તેમનો છોકરો લાલાભાઇ પત્ની તરીકે રાખવા માટે લઇ ભાગી ગયો હતો.

જેની અદાવત રાખી રતનસિંહના કુટુંબી ભાઇ માવાભાઇના છોકરા ગણપત નાયક, નરપત નાયક, અરવિંદ નાક તથા ઝાપટીયા ગામનો અરવિંદ ધના નાયક તેઓના ઘરેથી બિભત્સ ગાળો બોલતા જઇ રતનસિંહના ઘરે આવી કહેતા હતા કે નારૂભાઇની છોકરીને તારો છોકરો પત્ની તરીકે રાખવા માટે લઇ ગયો છે અને આજદીન સુધી સોપતા નથી તને અને તારા ઘરના લોકોને મારી નાખવાના છે તેવી ધમકી આપતા હાથમાં લાકડીઓ લઇ દોડી આવી અમારી છોકરી ગમે ત્યાંથી અમને પાછી સોદી દો તેમ કહી ચારેય જણા ઝપાઝપી કરવા લાગ્યા હતા.

આ દરમિયાન રતનસિંભાઇની છોખરી શર્મિષ્ઠાબેન ઉર્ફે સમીબેન છોડાવવા વચ્ચે પડતાં તેની સાથે પણ ઝપાઝપી કરી હતી. રતનસિંહભાઇએ ઝઘડો કરવાની ના પાડતાં ચારેય જણાએ ગડદાપાટુનો મુઢ મારી તેમજ લાકડી મારી ઇજા કરી હતી. તેમજ છોકરો ગોબરભાઇ વચ્ચે છડાવવા પડતા તેને પણ લાકડી મારી ડાબા હાથે ઇજા થઇ હતી.

તેમજ ચારેય જણાએ ઘરની આગળ ઢાળીયા ઉપર ઢાંકેલી તાડપત્રી ખેચીને નીચે પાડી દીધી હતી અને તેની નીચે મુકી રાખેલા ત્રીસ હજાર પણ લૂંટ કરી જતા રહ્યા હતા. રૂપિયા લઇ જવાની ના પાડતાં ચારેય જણાએ મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્તને 108 દ્વારા દેવગઢ બારિયા સારવાર માટે અને ત્યાંથી ખાનગી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે કુટુંબી ભત્રીજાઓ વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...