લમ્પીનો કહેર યથાવત:લીમખેડાના વાસવાણીમાં એક ગાય લમ્પીગ્રસ્ત થતા પશુપાલકોમાં ફફડાટ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પહેલા દાહોદ તાલુકામાં તેમજ રખડતાં પશુઓ લમ્પીનો ભોગ બની ચુક્યા છે

દાહોદ જિલ્લામાં લમ્પી વાઈરસના પગપેસારાના પગલે જિલ્લાના પશુ પાલકોમાં ચિંતાનો માહૌલ જાેવા મળી રહ્યો છે. ત્યારે દાહોદ જિલ્લાના મોટી વાસવાણી ગામે વધુ એક પશુમાં લમ્પી વાઈરસના લક્ષણો જાેવાતાં તંત્ર એલર્ટ બન્યું છે.

જિલ્લામાં છુટા છવાયા પશુઓમાં લમ્પીના લક્ષણો
છેલ્લા એક અઠવાડીયામાં દાહોદ જિલ્લામાં પાંચ પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો જાેવા મળ્યાં હતાં. જેને પગલે દાહોદ જિલ્લા પશુપાલન વિભાગ એલર્ટ બની કામગીરીમાં જાેતરાયો હતો. દાહોદ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી લમ્પી વાઈરસની સામે કામગીરી પણ કરી રહી છે અને જિલ્લાના પશુપાલનો લમ્પી વાઈરલ સંબંધી જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે .

મોટી વાસવાણીમાં એક ગાય લમ્પીનો શિકાર
ત્યારે લીમખેડાના મોટીવાસવાણી ગામે વધુ એક પશુમાં લમ્પી વાઈરસના લક્ષણો જાેવા મળ્યાં હતાં.જેથી તેની સારવાર શરુ કરવામા આવી છે.આ પહેલાં રખડતાં પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો વધુ જાેવા મળતાં હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે ત્યારે આ મામલે સંલગ્ન તંત્ર દ્વારા આ મામલે પણ ગંભીરતા દાખવી કામગીરીને પુરજાેશમાં આરંભ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...