ધરપકડ:વરમખેડામાં ઘરમાં દારૂ રાખી વેપલો કરતી મહિલા ઝડપાઇ

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂ.36,000ની કુલ 360 બોટલો જપ્ત કરી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી

દાહોદ તાલુકાના વરમખેડા ગામેથી રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો રાખી વેપલો કરતી બૂટલેગર મહિલાને રૂ.36,000ના દારૂ સાથે ઝડપી પાડી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના સિ. પી.એસ.આઇ.એમ.એફ.ડામોનેે વરમખેડા ગામે રહેતી શર્માબેન ઉર્ફે ભુરીબેન રસિકભાઈ ભાભોર તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ રાખીને છૂટકમાં વેચાણ કરતી હોવાની બાતમી મળી હતી.

જેના આધારે એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ છત્રસિંહ, આ.પો.કો. ગૌતમસિંહ ફુલસિંહ, અ.પો.કો. સુરેશભાઇ ગુલસિંગભાઈ, અ.પો.કો. પ્રિતકુમાર રમેશભાઈ, આ.પો.કો. કમલેશભાઈ લક્ષ્મણ, આ.પો.કો. અભેસિંગભાઇ વિરસિંગભાઈને તપાસ માટે મોકલતાં શર્માબેન ઉર્ફે ભુરીબેન ભાભોર ઘરે હાજર મળતાં તેને સાથે રાખી ઘરમાં તલાસી લેતાં વિદેશી દારૂ-બિયરની પેટી નંગ-15 જેમાં 36,000 રૂપિયાની કુલ 360 બોટલો મળી આવી હતી. જથ્થા સાથે બૂટલેગર મહિલા શર્માબેન ઉર્ફે ભુરીબેન રસિકભાઈ ભાભોર વિરુદ્ધ દારૂનો ગુનો નોંધી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...