લગ્નની લાલચ આપી અપહરણ:દાહોદ જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએ લગ્નની લાલચે બે સગીરાઓને પ્રેમીઓ ભગાડી ગયા

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપહરણના ધણા દિવસો બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ

દાહોદ જિલ્લાના ગરબાડા તથા ધાનપુર તાલુકામાંથી બે સગીરાના અપહરણ કરાયા છે. લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવાના સરના બતાવી બે યુવકોએ અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

સગીરાના અપહરણનો પ્રથમ બનાવ ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે ગત તા.30મી ઓક્ટોમ્બરના રોજ બનવા પામ્યો હતો. જેમાં ધાનપુર તાલુકામાં રહેતી એક 15 વર્ષીય સગીરાને બિહાર ખાતે રહેતો રાજકિશોકુમાર નામક યુવકે સગીરાને પટાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના વાલીવારસ દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગીરા અપહરણનો બીજો બનાવ ધાનપુર તાલુકાના નાનીમલુ ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.24મી ઓક્ટોમ્બરના રોજ ધાનપુર તાલુકાના ધનારપાટીયા ગામે રહેતો વિપુલભાઈ કનુભાઈ ભુરીયાએ ધાનપુર તાલુકામાં રહેતી એક સગીરાના ઘરે રાત્રીના સમયે આવ્યો હતો અને સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં સગીરાને રાત્રીના સમયે તેના ઘરેથી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...