તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એમ્બ્યુલન્સનું કચ્ચરઘાણ:વડોદરા દર્દી મૂકી પરત આવતી 108 ટ્રક સાથે અથડાતાં એક કર્મચારીનું મોત, 2 ઘાયલ

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 108ના ડ્રાઇવર સહિત ત્રણ ઘાયલ થયા હતા, ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત

વડોદરા દર્દી મુકીને પરત આવતી 108 એમ્બ્યુલન્સનું જેકોટ પાસે હાઇવે ઉપર અંધારામાં ઉભેલી ટ્રક સાથે પાછળથી અકસ્માત થતાં ડ્રાઇવર સહિત ત્રણ ઘાયલ થયા હતા. જેમાં એક કર્મચારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રીફલેક્ટર કે અન્ય કોઇ સંકેત વગર હાઇવે ઉપર ટ્રક ઉભી કરનાર ચાલક સામે દાહોદ તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લાની 108 ઇરજન્સી સેવાના ડ્રાઇવર તાજીમખાન હુસેલખાન પઠાણ તથા સ્ટાફના જમીલ હુસેન શેખ અને ધર્મેન્દ્રભાઇ હિંમતસિંહ બારિયા 108 એમ્બ્યુલન્સમાં ગતરોજ વડોદરા દર્દીને મુકીને પરત આવી રહ્યા હતાં.

તે દરમિયાન રાત્રીના 10.50 વાગ્યાના અરસામાં જેકોટ પાસે હાઇ‌વે ઉપર ટ્રકના ચાલકે પોતાના વાહનની પાર્કિંગ લાઇટ ચાલુ ન રાખી તથા ટ્રાફિકને ડ્રાઇવર્ઝન આપ્યા વગર ઉભુ રાખ્યું હોવાથી 108ના ડ્રાઇ‌વર તાજીમખાન પઠાણને અંધારામાં ટ્રક ન જોવાતા પાછળથી જોરજાર ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાતા 108 એમ્બ્યુલન્સનો આગળના ભાગનો કુરચો વડી ગયો હતો. જેમાં ડ્રાઇવર સહિત અંદર સવાર 3 ગંભીરરૂપે ઘાયલ થયા હતા.

જેમાં ડ્રાઇવરને બંને પગે તથા મોઢાના ભાગે ઇજાઓ થઇ હતી. તેમજ જમીલ હુસે શેખને માથાના ભાગે તથા છાતીના ભાગે અને ધર્મેન્દ્રભાઇ હિંમતસિંહ બારિયાને બંને પગે ફ્રેક્ચર થયું હતું. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. જેમાં પંચમહાલ જિલ્લાના મોરવાના કડાદરાના ધર્મેન્દ્રસિંહ હિંમતસિંહ બારિયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત સંદર્ભે મનોજકુમાર શ્યામલાલ વિશ્વકર્માએ દાહોદ તાલુકા પોલીસ મથકે ટ્રકના ચાલક સામે ગુનો નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...