જૂની અદાવતે હુમલો:દાહોદના કસ્બા વિસ્તારમાં બે શખ્સોએ એક વ્યક્તિને ચપ્પુ મારી ગડદાપાટુનો માર માર્યો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તારા કાકાને હમણાં માર્યો છે, તું કેમ અહીંથી નીકળ્યો તેમ કહી તૂટી પડ્યા

દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા ગામે અગાઉના ઝઘડાની અદાવતે તકરાર થઈ હતી. જેમાં બે જેટલા ઈસમોએ એક વ્યક્તિ પર ચપ્પુ વડે હુમલો કરી ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ભારે ધિંગાણું મચાવતાં દાહોદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.

દાહોદ શહેરના કસ્બા મોટા ઘાંચીવાડ વિસ્તાર ખાતે રહેતાં આદીલ સુફીયાનભાઈ સાજી મોટા ઘાંચીવાડ વિસ્તાર ખાતેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ત્યાં ઈકરામ ગફારભાઈ સામદ અને સલમાન ઉર્ફે ખીમા સોયબભાઈ કૈયા (બંન્ને રહે.દાહોદ ફાતેમા મસ્જીદ પાસે, મોટા ઘાંચીવાડ, દાહોદ)એ આદીલભાઈને રસ્તામાં રોકી ગાળો બોલી હતી. તેમજ કહ્યું હતું કે, તારા કાકા ઈમરાનને હમણા માર્યો છે અને તું અહીંથી કેમ નીકળ્યો? તેમ કહી આદીલને ચપ્પુ મારી હાથના ભાગે ઈજાઓ પહોંચી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. તેમજ શખ્સોએ ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત આદિલ સુફીયાનબાઈ સામદ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...