• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In The Night Of Honeymoon In Devgarh Baria's Vadbhet, Robbers With Buccaneers Struck, Fled With Gold And Silver Jewelery.

બાનમા લઈને લૂંટ:દેવગઢ બારીયાના વડભેટમાં મધ રાત્રે બુકાનીધારી લૂંટારુઓ ત્રાટક્યા, સોના-ચાંદીના દાગીના લઇને ફરાર

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સશસ્ત્ર લૂંટારૂઓએ પરિવારને બાનમા લઈ દાગીના અને રોકડ મળી 53 હજારની મત્તાની લૂંટ મચાવતા ફફડાટ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના વટભેટ ગામે ચાર અજાણ્યા ધાડપાડુ લૂંટારૂઓએ હાથમાં મારક હથિયારો ધારણ કરી રાત્રીના સમયે એક વ્યક્તિના ઘરમાં ઘૂસી ગયા હતા. ઘર માલિક તેમજ તેમના પરિવારજનોને બાનમાં લઈ ઘરમાં દાટી રાખેલા તેમજ પેટીમાં મુકી રાખેલ સોના - ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂ. 53 હજારની મત્તાની સનસનાટી ભરી લૂંટ ચલાવી લૂંટારૂંઓ નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ગત રાત્રીના દાઢેક વાગ્યાના આસપાસ દેવગઢ બારીયા તાલુકાના વટભેટ ગામે હોળી ફળિયામાં રહેતાં મુકેશભાઈ કલ્યાણભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે પોતાના ઘરમાં મીઠીં નિંદર માણી રહ્યાં હતાં. આ દરમ્યાન ચાર જેટલા અજાણ્યા ગામઠી ભાષા બોલતાં બુકાનીધારી ધાડપાડ લૂંટારૂઓએ મુકેશભાઈના ઘરના ઘરનો મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યાં હતો અને મુકેશભાઈને તથા તેમના પરિવારજનોને બાનમાં લઈ મારી નાંખવાની ધમકી આપી ઘરમાં જમીનમાં દાટેલા અને તિજોરી તેમજ પેટીમાં મુકી રાખેલ સોના - ચાંદીના દાગી તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂ. 53 હજારની મત્તાની સનસનાટી લૂંટ ચલાવી અંધારાનો લાભ લઈ લૂંટારૂઓ નાસી ગયાં હતાં.

આ અંગેની જાણ મોડી રાત્રે ગ્રામજનોમાં ફેલાતાં ગ્રામજનોના ટોળેટોળા મુકેશભાઈના ઘર તરફ દોડી ગયાં હતાં આ ઘટનાની જાણ પોલીસને પણ કરાતાં પોલીસ પણ પહોંચી ગઈ હતી. આ સંબંધે મુકેશભાઈ કલ્યાણભાઈ રાઠવાએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...