પોલીસને પડકાર ફેંકતા તસ્કરો:દાહોદ જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં તસ્કરોએ 5 શાળઆને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર શાળાઓ બાદ કતવારાની શાળાનુ તાળુ તોડી 35 હજારના પંખા ટીવી ચોરી ગયા

દાહોદ તાલુકાના કતવારા ગામે એક પ્રાથમિક શાળામાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. શાળામાંથી પંખા, એલ.ઈ.ડી. ટી.વી. અને પ્રિન્ટરની ચોરી કુલ કુલ રૂા. 35,000ની મત્તાની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

શાળાઓ બની તસ્કરોનો સોફ્ટ ટાર્ગેટ
દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાાઓને નિશાન બનાવી રહ્યાં છે. અને પ્રાથમિક શાળામાંથી સરસામાન વિગેરે ચોરી કરી લઈ જઈ રહ્યાં છે ત્યારે આ મામલે પોલીસે ઘનિષ્ટ તપાસનો ધમધમાટ આરંભ કરી પ્રાથમીક શાળામાં ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે. ત્યારે પ્રાથમીક શાળામાં ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે .

પંખા, એલઈડી ટીવી ચોરાયા
જેમાં ગત તા. 5 સપ્ટેમ્બરના રોજ કતવારા ગામે આવેલ વાડી ફળિયા પ્રાથમીક શાળામાં તસ્કરોએ રાત્રીના કોઈપણ સમયે પ્રાથમીક શાળાને નિશાન બનાવી હતી. શાળાના મકાનનું તાળુ તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યાેં હતો. મકાનમાંથી તસ્કરોએ પંખા નંગ.5, એક એલ.ઈ.ડી. ટી.વી. અને એક પ્રિન્ટર મળી કુલ રૂા. 35,000ના મુદ્દામાલ ની ચોરી કરી તસ્કરો નાસી ગયાં હતાં.

રાબેતા મુજબ પોલીસ ફરિયાદ નોંધાવાઈ
આ સંબંધે કતવારાની વાડી પ્રાથમીક શાળામાં ફરજ બજાવતાં અને દાહોદ શહેરના પશુપતિ નગર, ગોદી રોડ ખાતે રહેતાં રંગલીબેન વીરસીંગભાઈ મંડોડે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાંચમી પ્રાથમિક શાળામા ચોરી થઈ
​​​​​​​
દાહોદ જિલ્લામાં લીમખેડાની ખીરખાઈ, ચીલાકોટા,ગરબાડાની કથોલીયા અને દાહોદ તાલુકાની રામપુરા બાદ 10 જ દિવસમાં આ પાંચમી પ્રાથમિક શાળામાં ચોરી થઈ છે તેમ છતાં પોલીસ તંત્રના પેટનું પાણી હાલતુ નથી તેમ લાગી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...