કોરોના બેકાબૂ:દાહોદ શહેરમાં ગુરુવારે નવા 8 કોરોના સંક્રમિત નોંધાયા

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના 6 સહિત લીમખેડા-ગરબાડાના 1-1 દર્દી નોંધાયા
  • મહત્તમ કોરોનાના કેસો દેસાઈવાડના હોવાનું નોંધાયું

દાહોદ જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવા 8 કેસ નોંધાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસમાં દાહોદ તાલુકાના 6 સહિત લીમખેડા તથા ગરબાડાના 1-1 દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. તા.12ને ગુરુવારે જાહેર થયા મુજબ ટેસ્ટના 377 સેમ્પલો પૈકી 6 અને રેપીડના 660 સેમ્પલો પૈકી 2 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા.

આ સાથે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 5 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયું છે. હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા પાછી વધતા 76 થવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના દેસાઈરોડ વિસ્તારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા છેલ્લા ત્રણ દિવસથી સતત વધતા લોકોમાં ચિંતાનું મોજુ ફેલાયું છે.

અન્ય સમાચારો પણ છે...