તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધિંગાણુ:દાહોદના બોરવાણીમા મૃત પશુઓના નિકાલ મામલે મારામારી, નોંધાઈ ફરિયાદ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર સશસ્ત્ર હુમલાખોરોએ ધિંગાણુ મચાવ્યું મહિલા સહિત પાંચ શખસોને હથિયારો વડે મારમરાયો

દાહોદ તાલુકાના બોરવાણી ગામે મૃત પશુઓના નિકાલ મામલે મારામારીની ઘટના સામે આવી છે. બોરવણી ગામે મૃત પામેલા પશુઓનો નિકાલ કરવા મામલે ચાર ઈસમોએ મારક હથિયારો સાથે એક વ્યક્તિના ઘરે આવી ભારે ધિંગાણું મચાવ્યું હતું. જેમાં મહિલા સહિત પાંચ જણાને હથિયારો વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

શખસો હથિયારો સાથે ફરિયાદીના ઘરે આવ્યાં હતા દાહોદ તાલુકાના બોરવાણી ગામે વચલા ફળિયામાં રહેતાં અટું વરસીંગભાઈ બિલવાળ, પ્રવિણ વરસીંગભાઈ બિલવાળ, ટીટા ચુનિયાભાઈ બીલવાળ અને રાજુ કડકીયાભાઈ બીલવાળએ એકસંપ થઈ કુહાડી, લાકડીઓ જેવા મારક હથિયારો સાથે પોતાના ગામમાં રહેતાં શેતાન સુરપાળભાઈ કિશોરીના ઘરે આવ્યાં હતા.

લોહી લુહાણ કરી મારી નાખવાની ધમકીઓ આપી આ શખસો અપશબ્દો બોલી કહેવા લાગ્યા કે, પશુ મરી ગયાં છે એમાં તમે શેનો નિકાલ કરો છો, મારી જમીનમાંથી જવા નહીં દઉ, ત્યારે શેતાનભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતાં ઉપરોક્ત ચારેય શખ્સો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને કુહાડી, લાકડીઓ વગેરે હથિયારો લઈ દોડી આવી શેતાનભાઈ, કાંતાબેન શેતાનભાઈ કિશોરી, સંજીતાબેન શેતાનભાઈ કિશોરી, રાકેશ શેતાનભાઈ કિશોરી, અરવિંદ શેતાનભાઈ કિશોરી વગેરેને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી અને લોહી લુહાણ કરી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી આ મામલે ઈજાગ્રસ્ત શેતાન સુરપાળભાઈ કિશોરીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...