તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પીછોડામાં ખેતીવાડી વીજ પુરવઠો પૂરતો ન મળતાં ખેડૂતોને હાલાકી

દાહોદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માત્ર દોઢ બે કલાક વીજપુરવઠો મળતો હોવાની ખેડૂતોની બૂમો

સંજેલી તાલુકાના પીછોડા ગામે ખેતીવાડી વિજ પુરવઠો સમયસર અને પૂરતો ન મળતા ખેડુતોને ઉનાળુ ખેતી પાકમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા ખેડુતો માટે સૂર્યોદય યોજના થકી દિવસે વીજળી આપવાનું કામ શરૂ કર્યું છે. સંજેલી તાલુકાના પીછોડા ગામે છેલ્લા ચાર પાંચ દિવસથી ખેતીવાડી વીજ પુરવઠો ખોરવાતાં દિવસે મળતી આઠ કલાક વીજ પુરવઠામાથી સંતાકૂકડી રમતા વીજ પુરવઠો માત્ર આવ જા થતાં દોઢ બે કલાક જ વીજપુરવઠો મળે છે.

જેના કારણે મોટર કનેકશનોને પણ બળી જવાની સંભાવના સેવાઈ રહી છે. હેલ્પરોનો કોન્ટેક્ટ કરવામાં આવે છે તો તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે સમારકામ ચાલી રહ્યું છે. સમયસર પાણી ન મળતાં મગ, બાજરી, જુવાર, શાકભાજી જેવા ઉનાળુ પાકો કરમાવા લાગીયા છે. જેથી વીજ પુરવઠો પુરતા સમયમાં મળે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠી છે.

આઠ કલાક વીજ પુરવઠો આપવામાં આવતો નથી
પીછોડા ગામે છેલ્લા ચાર પાંચ દિવસથી ખેતીવાડી વીજ પુરવઠો સમયસર તેમજ પુરતા પ્રમાણમાં ન મળતા ઉનાળુ ખેતીના પાકને અને મોટરોની નુકશાન થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. હેલ્પરો જોડે કોન્ટેક્ટ કરતા જણાવે છે કે સમારકામ શરૂ છે આવી જશે તેવા ઉડાવ જવાપ આપવામા આવે છે. ચાર પાંચ દિવસથી માત્ર આઠ કલાકને બદલે દોઢ થી બે કલાક જ વીજપુરવઠો મળે છે. >માનસીંગભાઇ રાવત, ચેરમેન, સંજેલી APMC

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો