તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી શાળામાં ઝોક:ટાઢાગોળામાં 5 શિક્ષકે ખાનગી શાળામાંથી પોતાના બાળકોને સરકારી શાળામાં મૂક્યા

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આચાર્યએ પણ પુત્રીને પોતાની શાળામાં પ્રવેશ અપાવ્યો, સુવિધા વધતાં સરકારી શાળામાં ઝોક

આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ક્વાલિફાઇડ શિક્ષકોને કારણે શિક્ષણમાં સુધારો આવતાં હવે આ શાળાઓના શિક્ષકો પણ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉપાડીને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. જિલ્લાના ટાઢાગોળાની શાળા તો એવી છે કે 4 શિક્ષકના બાળકો તે શાળામાં ભણી રહ્યા છે અને આ વખતે આચાર્યએ પણ પોતાની બાળકીને અમદાવાદની ખાનગી શાળામાંથી ઉપાડી પોતાની શાળામાં પ્રવેશ અપાવ્યો છે.

ઝાલોદ તાલુકામાં આવેલા 5 હજારની વસ્તી ધરાવતા ટાઢાગોળા ગામમાં 3 પ્રાથમિક શાળા આવેલી છે. તેમાંથી એક શાળામાં ધોરણ-1થી 8મા 567 બાળકોની સંખ્યા છે. શાળામાં આચાર્ય સાથે કુલ 16નો સ્ટાફ છે. શાળાની વિશેષતા એ છે કે, અહીં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક દંપતિ સંજય ભાભોર અને મીનાબેન ભાભોરે પોતાની પુત્રી શ્રેયાંશીને ખાનગી શાળામાંથી ઉપાડી તેમની શાળામાં મુકી છે. શ્રેયાંશી છઠ્ઠા ધોરણમાં છે.

બીજા એક શિક્ષક અરૂણભાઇની પુત્રી અક્ષી પણ અહીં જ છઠ્ઠા ધોરણમાં છે. શિક્ષક દિપકભાઇ અમલિયારે તો પ્રારંભથી જ તેના પુત્ર ક્રિસને સરકારી શાળામાં મુક્યો હતો. ધાનપુરથી ટાઢાગોળા બદલી થતાં તેમણે પણ ક્રિસને પોતાની શાળામાં પ્રવેશ અપાવ્યો છે. આ શાળાના આચાર્ય સંજય પટેલની પુત્રી હેત્વી અમદાવાદની ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી. તેને ત્યાંથી ઉપાડી ટાઢાગોળાની શાળામાં જ ધોરણ-8મા પ્રવેશ અપાવ્યો છે. સરકારી શાળામાં સુવિધાઓ સાથે શિક્ષણનું પ્રમાણ સુધરતા હવે અહીંના શિક્ષકો પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવતાં તે લોકો માટે પણ પ્રેરણારૂપ છે.

અન્ય સમાચારો પણ છે...