ભાજપનુ 'સ્નેહ'મિલન:દાહોદમાં સ્નેહ મિલનમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જિલ્લાની તમામ બેઠકો જીતવા વિશ્વાસ વ્યક્ત કર્યો

દાહોદ12 દિવસ પહેલા
  • જેમ જિલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણી જીતી છે તેવીજ રીતે વિધાન સભા પણ જીતવાની છે: સી.આર પાટીલ હકડેઠેઠ ભીડમા ઢોલ ત્રાસ સાથે 182 કળશથી સ્વાગત કરાયુ જિલ્લા ભાજપ પ્રમુખે પોતાની મળેલી ચાંદીની ભેટો કાર્યાલય બાંધકામ માટે અર્પણ કરી દીધી

દાહોદ શહેરમાં આજરોજ સી.આર.પાટીલની ઉપસ્થિતીમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દાહોદ શહેર સહિત જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ સાથે જનમેદની ઉમટી પડી હતી. મીશન 182ના સંકલ્પ સાથે આ વખતની 6 વિધાનસભા જીતવાનો સૌ કોઈએ સંકલ્પ લીધો હતો. સી.આર પાટીલે જણાવ્યું હતું કે, જેમ જિલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણી જીતી છે તેવીજ રીતે વિધાન સભા પણ જીતવાની છે.

હકડેઠેઠ જનમેદન વચ્ચે દાહોદ શહેરના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સી.આર.પાટીલ બપોરે હેલીપેડ પરથી કોલેજ ગ્રાઉન્ડ પહોંચ્યાં હતાં. જ્યાં જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયારે સી.આર.પાટીલનું સ્વાગત કર્યું હતું. તમામ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યાં હતો. આ વખતની તમામ વિધાનસભા જીતવાનો સૌ કોઈ વિશ્વાસ પણ આપ્યો હતો. તમામ વિધાનસભાઓમાંથી કાર્યકર્તાઓની સાથે સાથે મહિલા કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

સી.આર.પાટીલે પોતાના ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે, જિલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણી જીતી છે તેવીજ રીતે વિધાન સભા પણ જીતવાની છે. 50 ટકા છે જે અને 50 ટકા આપણી તરફ કરવાની છે. નરેન્દ્ર મોદીના નેૃત્વમાં દેશ પ્રગતી તરફ જઈ રહ્યો છે. યુવનો, આદિવાસી, ખેડુતો માટે યોજનાઓની ભરમાર સરકારે બહાર પાડી છે. હર ઘર દસ્તક વેક્સિનેશન માટે, ઘરે ઘરે જઈને બાકી રહેલા લાભાર્થીઓને વેક્સિનેશ આપવામાં આવશે.

તમામ પદાધિકારીઓને આદેશ કરવામાં આવ્યાં હતાં કે, તમામ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ તમામ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચાડે અને આ કાર્યક્રમમાં પેજ પ્રમુખ અને પેજ સમિતિ મદદરૂપ થાય. જે પરિવારોનું વિમો ના હોય તેવા પરિવારોઓને વીમા કવચ અપાવે. વધુમાં તેમના જણાવ્યાં અનુસાર, નરેન્દ્ર મોદી દાહોદના કાર્યકર્તાઓ અને દાહોદના દરેક વિસ્તારોને નામજોગ ઓળખે છે.

સ્માર્ટ સીટી ભેટ આપી તે માટે અભિનંદન પણ આપ્યાં હતાં. હું જ્યાં ગુજરાતમાં જાઉ છું, ત્યાં ગુજરાત કોંગ્રેસ મુક્ત થાય તેનું ઉદાહરણ દાહોદ જિલ્લાનું આપું છું તેમ પણ સી.આર.પાટીલે પોતાના ઉદ્‌બોદનમાં જણાવ્યું હતું.

જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયારે અત્યાર સુધી પોતાને મળેલી ચાંદીની ભેટ આશરે 10 કિલોના દાગીના કિંમત રૂા. 6 લાખને દાહોદ જિલ્લા ભારતીય ભાજપના કાર્યાલયના બાંધકામના કાર્ય અર્થે અર્પણ કર્યાં હતાં. તેવીજ રીતે સી.આર. પાટીલે પણ આજે મળેલી તમામ ચાંદીની ભેટ દાહોદ ભાજપના બાંધકામ માટે અર્પણ કરી દીધાં હતાં. ઢોલ ત્રાસાથી સ્વાગત સી.આર.પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દાહોદ શહેર સંગઠન દ્વારા મીશન 182નો લોગો બનાવી પ્રદેશ પ્રમુખને શુભેચ્છા પાઠવી હતી. 182 મહિલાઓએ માથે કળશ લઈ પ્રદેશ પ્રમુખનું સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...